<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

‘‘હું એને ભૂલી શકીશ નહીં, મને જવા દો :'' જૂના આશિકના પ્રેમમાં તરફડિયા મારવા લાગી દુલ્‍હનઃ ૧૪ દિવસમાં સાસરિયેથી ભાગી

ગાજિયાબાદની રાનીએ પોતાના પ્રેમીને ભૂલી ન શકતા લગ્નના ૧૪ દિવસ બાદ પોતાના સાસરિયેથી ભાગીને પિયરમાં આવી ગઈ

ગાજિયાબાદઃ તા.૧૯: કહેવાય છે કે પ્રેમને ભૂલવો એક છોકરી માટે ખૂબ જ અઘરું હોય છે અને જો પરિવારના લોકો બળજબરી તેમના લગ્ન કરી દે, છોકરી કડવા ઘૂંટ પીને પણ સાસરિયે પહોંચી જાય છે. પણ ગાજિયાબાદની રાનીએ પોતાના પ્રેમીને ભૂલી ન શકતા લગ્નના ૧૪ દિવસ બાદ પોતાના સાસરિયેથી ભાગીને પિયરમાં આવી ગઈ. ત્‍યાર બાદ પતિએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી અને હવે પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે.ઙ્કઆપને જણાવી દઈએ કે, આ આખો મામલો ગાજિયાબાદના કૌશાંબી વિસ્‍તારનો છે. જ્‍યાં લગ્નના ૧૪ દિવસ બાદ પત્‍ની પોતાના સાસરિયેથી ભાગીને પિયરમાં આવી ગઈ, જે બાદ પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ આરોપ લગાવ્‍યો કે લગ્નના એક અઠવાડિયા બાદ પત્‍નીએ પોતાના આશિક વિશે જણાવ્‍યું અને સંબંધ તોડવાની વાત કહી. જ્‍યારે પતિના પરિવારને તેના વિશે જાણકારી મળી તો વિવાદ વધી ગયો. પતિએ એવો પણ આરોપ લગાવ્‍યો કે, પત્‍ની પરિવાર પાસેથી ૧ લાખ રૂપિયા અને જમીનની પણ માગ કરી છે અને પૈસા ન મળવા પર ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી દીધી.

આપને જણાવી દઈએ કે, વૈશાલીના રહેવાસી અભિનવ ખંડેલવાલ પાણી સપ્‍લાયનું કામ કરે છે. અભિનવના લગ્ન ૧૧ જુલાઈ ૨૦૨૬માં પાનીપતની રહેવાસી રાની સાથે નક્કી થયા હતા. છોકરીના પરિવારની આર્થિક સ્‍થિતિ સારી નહોતી, જે બાદ દહેજ વિના છોકરા પક્ષે લગ્ન કર્યા. લગ્નનો આખો ખર્ચો પરિવારે ઉઠાવ્‍યો અને કુલ ૪ લાખ રૂપિયા ખર્ચ થયો હોવાની વાત કહી. અભિનવે જણાવ્‍યું કે, પાડોશમાં રહેતા એક યુવકે આ સંબંધમાં વચેટિયા તરીકે રહેવાની ભૂમિકા નિભાવી હતી.

પતિએ આગળ જણાવ્‍યું કે લગ્નના ૭ દિવસ બાદ પત્‍નીને એક યુવક સાથે ફોન પર વાત કરતા જોઈ લીધી હતી. પૂછવા પર પત્‍નીએ જણાવ્‍યું કે તે તેનો પ્રેમી છે અને તેને તે ભૂલી શકશે નહીં. જો કે પતિ અભિનવે ખૂબ સમજાવી, પણ પત્‍ની પ્રેમી સાથે રહેવાની જીદ કરવા લાગી. ત્‍યાર બાદ પતિએ છોકરીના પરિવારની બધી વાતો માની. અભિનવનો આરોપ છે કે રાનીએ તેના માતા-પિતા સાથે ગાળાગાળી પણ કરી અને તેમને ઘરમાંથી કાઢી મુકવાની પણ વાત કહી. પત્‍ની રાનીએ પતિ સાથે સંબંધ બાંધવાની પણ ના પાડી દીધી.

પતિએ જણાવ્‍યું કે, તેણે એક વાર ગેસ લીક કરી ખુદ સાથે આખા ઘરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્‍યાર બાદ પત્‍નીએ નસ કાપવાની પણ કોશિશ કરી અને તેના ભાઈઓ સાથે મારપીટ કરી. પતિ અભિનવે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી. તેણે પોલીસને જણાવ્‍યું કે, હવે એક લાખ નહીં આપવા પર છોકરીના પરિવાર દ્વારા મારા આખા પરિવારને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. પતિએ પોલીસ પાસે મદદ માગી છે. આખા મામલાની સુનાવણી મહિલા પોલીસ સ્‍ટેશનમાં ચાલી રહી છે અને પતિ દ્વારા લગાવેલા તમામ આરોપો પર પોલીસ તપાસ કરી રહી છે. દોષિત ઠરતા પત્‍ની વિરુદ્ધ કડક એક્‍શન લેવામાં આવશે.

 

(10:33 AM IST)