તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
વેચાવા જઇ રહી છે IDBI બેંક... તેના કર્મચારીઓ-પેંન્શનર્સનું શું થશે?
બેંક યુનિયનો આ ડીલનો વિરોધ કરી રહ્યા છે અને તેને ખાનગીકરણની સાથે વિદેશીકરણ તરફનું પગલું ગણાવી રહ્યા છે

ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (IDBI Bank)માં પોતાનો હિસ્સો વેચવાની સરકારની યોજના વચ્ચે તેના કર્મચારીઓ અને પેન્શનર્સની ચિતાઓ વધી ગઈ છે. બેંક યુનિયનો આ ડીલનો વિરોધ કરી રહ્યા છે અને તેને ખાનગીકરણની સાથે વિદેશીકરણ તરફનું પગલું ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી અરુણીશ ચાવલાએ ખાતરી આપી છે કે IDBI બેંકના વર્તમાન કર્મચારીઓની સેવાની શરતો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. તેમણે જણાવ્યું કે પેન્શનર્સના પેન્શન લાભોની સુરક્ષાનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
અરુણીશ ચાવલાએ જણાવ્યું કે IDBI બેંકના વર્તમાન કર્મચારીઓની સેવાની શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બેંકના પેન્શનર્સના હિતોનું રક્ષણ કરવામાં આવશે અને તે માટે એક અલગ પેન્શન ફંડ રાખવામાં આવ્યું છે.
બેંક સંગઠનોની ચિતાઓ પર તેમણે કહ્યું કે કર્મચારીઓ અને પેન્શનર્સે ડરવાની જરૂર નથી. સરકાર બેંકનું સ્ટ્રેટેજિક રિસ્ટ્રક્ચરિગ એક રનિગ બિઝનેસ (ચાલુ વ્યવસાય) તરીકે કરી રહી છે. આનો અર્થ એ છે કે IDBI બેંકનું કામકાજ ચાલુ રહેશે અને તે બોર્ડ હેઠળ સંચાલિત કંપની બની રહેશે. કર્મચારીઓ સાથે વાતચીતની જવાબદારી પણ બેંક મેનેજમેન્ટ પાસે જ રહેશે.
અરુણીશ ચાવલાના જણાવ્યા અનુસાર, IDBI બેંકમાં વ્યૂહાત્મક હિસ્સો વેચવાની પ્રક્રિયા ચાલુ નાણાકીય વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જોકે, શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી બોલી લગાવનાર ખરીદદારને મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે IDBI બેંકમાં ૬૦.૭૨ ટકા હિસ્સો વેચવાની યોજનાને મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારની હિસ્સો વેચવાની યોજનાનો બેંકિગ અને વીમા ક્ષેત્રના કર્મચારી સંગઠનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યાના તુરંત બાદ ત્ઝગ્ત્ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓના સંયુક્ત મંચે આ દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો અને સરકાર પાસે આ નિર્ણયની સમીક્ષા કરવાની માંગ કરી હતી. સંગઠને જણાવ્યું હતું કે જનતાને એ વાતની ખાતરી મળવી જોઈએ કે કોઈ રાષ્ટ્રીય સંપત્તિને અત્યંત ઓછી કિમતે વેચવામાં નથી આવી રહી.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
