<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

સંસદમાં બોલવાની તક નહીં આપી તો દેશ સમક્ષ વાત મુકીશ : પેલેટ ગન મામલે રાહુલ ગાંધીનું આક્રમક વલણ

જો ગૃહ મંત્રીને આ અંગે ખબર હતી તો જવાબદારી નક્કી થવી જોઈએ. જો નહોતી તો તેમણે આ પદ પર રહેવાનો કોઈ અધિકાર જ નથી.

નવી દિલ્હી : એન્ટી પેપર લીક બિલ લોકસભામાં પસાર થયા બાદ રાહુલ ગાંધી એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે- ગૃહમાં તેમને બોલવાની પૂરતી તક ના આપવામાં આવી. આ સાથે તેમણે પેલેટ ગનનો વિદ્યાર્થીઓ પર ઉપયોગ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ પાસે જવાબ માગ્યો અને કહ્યું કે- જો ગૃહ મંત્રીને આ અંગે ખબર હતી તો જવાબદારી નક્કી થવી જોઈએ. જો નહોતી તો તેમણે આ પદ પર રહેવાનો કોઈ અધિકાર જ નથી.

રાહુલ ગાંધી એ કહ્યું કે,‘લોકસભામાં મને બોલવાની તક ના આપવામાં આવી. વિપક્ષ નેતા તરીકે લોકો અને વિદ્યાર્થીઓનાં અધિકારો પર વાત કરવી મારો અધિકાર છે. પરંતુ મને સંપૂર્ણ વાત કહેવાની તક આપવામાં ના આવી, તેથી હું અહીં વાત રજૂ કરવા આવ્યો છું.’ 

રાહુલ ગાંધી એ 5 તસવીરો રજૂ કરતા લખ્યું કે,‘સંસદથી માત્ર 500 મીટર દૂર દેશના બાળકોને માર મરાયો. હું વિદ્યાર્થીઓ પર કરાયેલી ક્રૂરતા અને લાઠીચાર્જ સહિતના મુદ્દા ઉઠાવવા માગતો હતો. પરંતુ મને મંજૂરી ના આપવામાં આવી. જે લોકો એ પેલેટ ગનનો ઉપયોગ કર્યો, તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ગૃહમંત્રીને સતત દિલ્હી પોલીસ તરફથી બ્રીફ કરવામાં આવી રહ્યું હતું. મે પોતે અમિતભાઈ શાહને દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે વાત કરતા જોયા હતા. જો પેલેટ ગન અંગે તેમને ખબર નહોતી તો આ ગંભીર વાત છે અને હતી તો કાર્યવાહી કેમ ના કરવામાં આવી.’

 

(8:53 PM IST)