તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ડિલ કરવી હોત તો ૨૬ દિવસ શું કામ ભૂખ્યો રહું?
અનશન તોડવા પર સવાલ ઉઠતા સોનમ વાંગચુકે સ્પષ્ટતા કરી

નવી દિલ્હી,તા.૨૫: એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે શુક્રવારે મોડી રાતે એક વીડિયો મેસેજ જાહેર કર્યો છે. તેમણે આ વીડિયો મેસેજમાં આ સવાલો પર વાંધો ઉઠાવ્યો છે, જે તેમના અનશન તોડ્યા પછી ઉઠી રહ્યા હતા. હકીકતમાં સોનમ વાંગચુકે ગુરુવાર અડધી રાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત બાદ પોતાના અનશન તોડ્યા હતા.
તેમના અનશન તોડવાને લઈ તેમના પર આરોપ લાગી રહ્યા હતા કે સોનમ વાંગચુકે સરકાર સાથે ડિલ કરી લીધી છે. સતત ઉઠી રહેલા આ સવાલોને લઈ સોનમ વાંગચુકે શુક્રવાર રાતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, શું ૨૬ દિવસના અનશન બાદ પણ ઈમાનદારી સાબિત કરવી પડશે?
આપને જણાવી દઈએ કે, સોનમ વાંગચુકની ૨૬ દિવસની હંગર સ્ટ્રાઈક ખતમ થયા બાદ એક તરફ જ્યાં અમુક લોકો તેમના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેને લઈને થોડી વાર પહેલા તેમની પત્ની ગીતાંજલિ એ. આંગ્મોની પ્રતિક્રિયા પણ સામે આવી. તેણે આલોચકો પણ પ્રહારો કરતા કહ્યું કે, લોકોને પોતાના રાજકીય આકલન પર થોડા સમય માટે વિરામ લગાવવો જોઈએ અને એ પણ યાદ રાખવું જોઈએ કે વાંગચુકે આ આંદોલન માટે પર્સનલ રીતે કેટલી મોટી કિમત ચુકાવી છે.
ગીતાંજલિ આંગ્મોએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી હંગર સ્ટ્રાઈક પર રહેવાના કારણે સોનમ વાંગચુકનું વજન ૧૧ કિલો ઘટી ગયું છે. હાલમાં તેમને આઈસીયૂમાં દાખલ કરાવ્યા છે. તેમણે લખ્યું કે, સોનમ વાંગચુકની ટીકા કરતા પહેલા ૨૬ દિવસ સુધી ખુદથી મોટા કોઈ ઉદ્દેશ્ય માટે ભૂખ્યા રહેવાના મતલબને સમજવો જોઈએ. તેમણે આગળ કહ્યું કે, તેઓ આજે આઈસીયૂમાં છે. ૧૧ કિલો વજન ઘટી ગયું છે. જેમાં મસલ્સ માસ પણ સામેલ છે. કેમ કે તેમણે આરામ કરવાની જગ્યા ત્યાગને પસંદ કર્યો. આપણે કમસે કમ એક દિવસ તો તેમના માટે સહાનુભૂતિ દેખાડી શકીએ છીએ. (૪૦.૪)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
