તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી તો પ્રેમિકાએ હાથ-પગ તોડાવી નાખ્યા
પત્નીને છૂટાછેડા આપ અને મારી સાથે લગ્ન કરી લે....

બરેલી,તા.૫: ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પ્રેમ પ્રસંગનો એક એવો ખતરનાક કિસ્સો જોવા મળ્યો છે, જેણે આખા વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી. અહીં એક પરિણીત યુવકને પોતાની પ્રેમિકાની જીદ પૂરી નહીં કરવી એટલી ભારે પડી કે હવે હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે, એ પણ તૂટેલા હાથ-પગ સાથે.
જાણકારી અનુસાર, પીડિત યુવકનું નામ પપ્પુ છે, જે પહેલાથી પરિણીત છે. તેમ છતાં તેને એ વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં તો બધું ઠીકઠાક ચાલતું હતું પણ ધીમે ધીમે પ્રેમિકાની માગ વધવા લાગી. તે પપ્પુ પર સતત પ્રેશર બનાવવા લાગી કે તે પોતાની પહેલી પત્નીને તરત છૂટાછેડા આપી અને તેની સાથે લગ્ન કરે. પપ્પુ વારંવાર પોતાની પ્રેમિકાને સમજાવવાની કોશિશ કરતો રહ્યો, પણ તે કંઈ સાંભળવા તૈયાર નહોતી.
પીડિત પપ્પુ અનુસાર, ઘટનાવાળા દિવસે એ વિસ્તારના એક ક્લિનિક પર દવા લેવા જઈ રહ્યો હતો. ત્યારે તેની પ્રેમિકાનો ફોન આવ્યો અને તેણે પપ્પુને મળવાના બહાને એક સુનસાન જગ્યાએ બોલાવ્યો. જ્યારે પપ્પુ ત્યાં ગયો તો પ્રેમિકાએ ફરીથી છૂટાછેડા અને લગ્નવાળી જીદ પકડી. જ્યારે પપ્પુએ ફરી સ્પષ્ટ શબ્દોમાં ના પાડી તો પ્રેમિકા વિફરી ગઈ.
તેણે પહેલા તો છુપાઈ રહેલા પોતાના ભાઈઓ અને સાથીઓને ઈશારો કર્યો. ઈશારો મળતા જ પ્રેમિકાના ભાઈઓ ધોકા લઈને પપ્પુ પર તૂટી પડ્યા. તેમણે પપ્પુને એટલો માર્યો કે બંને હાથ પગ તોડી નાખ્યા. હુમલાખોરોએ ઈંટથી માથું પણ ફોડી નાખ્યું. તેને અધમરી હાલતમાં રોડ પર ફેંકીને નીકળી ગયા.
રાહદારીઓની સૂચના પર પપ્પુના પિતા જાકિર હુસૈન ઘટનાસ્થળે આવ્યા અને લોહીથી લથબથ દીકરાને જોઈ તેમના હોશ ઉડી ગયા. તેમણે તાત્કાલિક દીકરાને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં તેની હાલત ગંભીર છે. દીકરાની આવી નિર્મમ મારપીટ જોઈ આક્રોશિત પિતાએ તરત ભોજીપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમિકા અને તેના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ૬ નામજોગ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
