હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રદર્શનોમાં સગીરો લૂંટફાટ કરશે તો માતા-પિતાએ ભરવો પડશે દંડ,૫ વર્ષ સુધીની જેલ
ઇટાલીની સરકાર વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસા અને લૂંટફાટની ઘટનાઓ સામે નવા અને કડક કાયદા લઈને આવી

રોમ તા.૨૧: ઇટાલીની સરકારે વિરોધ પ્રદર્શનો દરમિયાન હિસા અને લૂંટફાટની ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નવા સુરક્ષા કાયદાઓને મંજૂરી આપી છે. આ નવા નિયમો હેઠળ જો સગીરો તોડફોડ કે લૂંટફાટમાં સામેલ થશે, તો તેમના માતા-પિતાને પણ નુકસાનની ભરપાઈ કરવા માટે જવાબદાર ઠેરવી શકાય છે. સરકારનો હેતુ જાહેર સંપત્તિ અને નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરવાનો છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, ઉત્તર ઇટાલીનાં અનેક શહેરોમાં હિસાની ઘટનાઓ બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. તેમાં દેશની આર્થિક રાજધાની મિલાનનો પણ સમાવેશ થાય છે. અહીં મુખ્યત્વે યુવાનોના ટોળાંએ દુકાનોના કાચ તોડ્યા હતા, દુકાનોમાં લૂંટફાટ કરી હતી અને પોલીસ પર હુમલા કર્યા હતા. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા દ્વારા નવા કાયદાની માહિતી આપતાં કહ્યું હતું કે તોડફોડ અને ચોરી કરવી એ કોઈ ક્રાંતિકારી કામ નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તોડફોડ અને ચોરી વિરોધ પ્રદર્શન નથી, પરંતુ ગુનો છે.દ્દ
નવા નિયમો તાત્કાલિક અમલમાં આવ્યા છે. આ જોગવાઈઓ હેઠળ ઓછામાં ઓછા પાંચ લોકોના જૂથમાં વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરનાર વ્યક્તિને પાંચ વર્ષ સુધીની જેલ અને વધુમાં વધુ ૨૦ હજાર યુરો (૨૧.૨૮ લાખ રૂપિયા)નો દંડ થઈ શકે છે. જો વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ વ્યક્તિએ પોતાનો ચહેરો ઢાંક્યો હોય અથવા કોઈને ઈજા પહોંચી હોય, તો સજામાં વધુ વધારો થઈ શકે છે.
નવા કાયદા હેઠળ અધિકારીઓને થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરવાનો આદેશ આપવાની સત્તા પણ આપવામાં આવી છે. જો તોડફોડ કે લૂંટફાટમાં સગીરો સામેલ હશે, તો તેમના માતા-પિતાને પણ નુકસાનની ભરપાઈ માટે જવાબદાર ઠેરવી શકાય છે. આ ઉપરાંત, પોલીસને ૧૪થી ૧૭ વર્ષની વયનાં એવા યુવાનોને પણ અટકાયતમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે, જેમણે કોઈ ગુનો કર્યો ન હોય, પરંતુ તેમની જોખમી પ્રવૃત્તિ અંગે પુરાવા ઉપલબ્ધ હોય. અગાઉ આ પ્રકારની સત્તા માત્ર પુખ્ત વયના લોકોના કિસ્સામાં લાગુ પડતી હતી.
બીજી તરફ, દક્ષિણ ઇટાલીમાં વધતી મોંઘવારી અને ડીઝલના ભાવને લઈને ટ્રક ડ્રાઇવરોના વિરોધ પ્રદર્શનો પણ ચાલુ છે. રસ્તાઓ પર અવરોધ ઊભા થવાને કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે. કેટલીક પાસ્તા બનાવતી કંપનીઓને ઉત્પાદન અટકાવવાની ફરજ પડી છે, જ્યારે કૃષિ સંગઠનોએ ફળો અને શાકભાજી બગડી જવાની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે સરકારે પરિવહન કંપનીઓને નવી આર્થિક સહાય આપવાનો ભરોસો આપ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
