તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
TDS રિટર્નમાં પાન કાર્ડ પર લખેલું નામ હૂબહૂ ન લખે તો અપલોડ નહિ થાય
સિનિયર સિટિઝનની વ્યાજની આવક પર ટીડીએસ : ટીડીએસના રિટર્ન સાથે છેલ્લા બે વર્ષના આવકવેરાના રિટર્ન એક્રોલેજમેન્ટ રિસિપ્ટ નંબર સાથે આપવા પડશે

મુંબઈ,તા.૧૬: બેન્કમાં મૂકવામાં આવેલી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજની આવકમાંથી કરકપાત ન થાય તે માટે કરદાતાએ તેના પાનકાર્ડમાં લખાવેલું નામ જ તેના આવકવેરાના રિટર્નના ફોર્મમાં હૂબહૂ લખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષના ટીડીએસના રિટર્ન ફાઈલ કરવા માટે નવું ફોર્મ ૧૨૧ બહાર પાડવામાં આવ્યું છે. આ અગાઉ એટલે કે જૂની વ્યવસ્તા હેઠળ સામાન્ય કરદાતાએ ફોર્મ ૧૫-જી અને સિનિયર સિટીઝને ફોર્મ ૧૫-એચ ભરીને ટીડીએસ ન કરવા વિનંતી કરવી પડતી હતી.
ફોર્મ ૧૫-જી અને ૧૫-એચ સરકારે સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. બહુધા કિસ્સાઓમાં બેન્કમં મૂકેલી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજની આવક પર ટીડીએસ ન કરવા માટે ફોર્મ ૧૫-જી અને ૧૫-એચ ભરવામાં આવતા હતા. બીજું, કરદાતાએ ૨૦૨૫-૨૬ના વર્ષના રિટર્ન માટે ફોર્મ ૧૨૧ ભરી દીધું હશે તો તેની વિગતો પણ તેમણે નવેસરથી નવા ફોર્મમાં આપવી પડશે.
ટીડીએસનું રિટર્ન ફાઈલ કરનારાઓએ તેમના રિટર્નના ફોર્મ નંબર ૧૨૧માં છેલ્લા બે વર્ષના આવકવેરાના રિટર્નની વિગતો અને તે રિટર્નના એકનોલેજમેન્ટ નંબરની રિસિપ્ટ પણ અપલોડ કરવી પડશે. વ્યાજની આવક ઉપરાંતની કોઈ આવક હોય તો તે પણ કરદાતાએ ટીડીએસના રિટર્નમાં દર્શાવવી પડશે. આ આવકમાં ભાડાંની, પગારની કે પછી પેન્શનની આવકનો સમાવેશ થાય છે. જોકે પહેલા પણ લમસમ આવક દેખાડી દેવામાં આવતી હતી. આમ ટીડીએસના રિટર્ન માટેના ફોર્મમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
