હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટીની વસુલાત કરી રીટર્ન નીલ ભર્યું તો દંડ સહિતની કાર્યવાહી થશે
જીએસટી ટ્રીબ્યુનલ દ્વારા ૧૦૦ ટકા દંડ અને વ્યાજ વસુલવાનો ચુકાદો આપ્યો

મુંબઈ,તા.૩૧: ગ્રાહકો પાસેથી જીએસટી વસૂલી સરકારી તિજોરીમાં જમા ન કરાવતા તેમજ નીલ રિટર્ન દર્શાવતા વેપારીઓ સામે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલએ લાલબત્તી સમાન કડક ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે રજિસ્ટર્ડ સપ્લાયર ગ્રાહક પાસેથી જીએસટીની રકમ વસૂલ્યા પછી રિટર્નમાં નીલ દર્શાવે અથવા રિટર્ન ફાઈલ ન કરે તો તેની સામે જીએસટી કાયદાની કલમ ૭૬ હેઠળ ૧૦૦ ટકા દંડ અને વ્યાજ વસૂલવામાં આવશે.
જુરિશ અવરના રિપોર્ટ અનુસાર જીએસટી ટ્રીબ્યુનલની બેન્ચે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કલમ ૭૯(૧) ની જોગવાઈ એવી દરેક વ્યક્તિને લાગુ પડે છે જેણે ગ્રાહક પાસેથી જીએસટી તરીકે રકમ મેળવી હોય પણ તે રકમ સરકારમાં જમા ન કરાવી હોય. આ નિયમ માત્ર બિન-નોંધાયેલ વ્યક્તિ કે અનઅધિકૃત રીતે ટેક્સ ઉઘરાવનારાઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ કાયદેસર રજિસ્ટર્ડ વેપારીઓને પણ એટલો જ લાગુ થાય છે.
સુનાવણી દરમિયાન સામે આવેલી વિગત મુજબ એક રજિસ્ટર્ડ વેપારીએ ગ્રાહકોને કાયદેસરના ઇન્વોઈસ આપી જીએસટીની વસૂલાત કરી હતી. ત્યારબાદ તેણે જીએસટીઆર ૧ અને ૩બી રીટર્નમાં કારોબાર નીલ બતાવી રિટર્ન ભરવાનું ટાળી દીધું હતું. આમ કરીને તેણે વસૂલેલો ટેક્સ સરકારી તિજોરીમાં જમા કરાવ્યો નહોતો. વેપારી પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે તે પોતે રજિસ્ટર્ડ છે અને વ્યવહાર ટેક્સેબલ હતો કે નહીં તે જોવું જોઈએ. જોકે ટ્રિબ્યુનલે આ દલીલ સદંતર ફગાવી દીધી હતી. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં નોંધ્યું કે ગ્રાહક પાસેથી જીએસટીના નામે એક રૂપિયો પણ વસૂલવામાં આવે તો તે રકમ તાત્કાલિક સરકારી તિજોરીમાંજમા કરાવવી ફરજિયાત છે. ટેક્સ જમા ન કરાવવાન કિસ્સામાં વસૂલેલી સમગ્ર રકમ જેટલો જ દંડ અને નિર્ધારિત વ્યાજ વસૂલવામાં આવશે. ટ્રીબ્યુનલના ચુકાદાના કારણે જે વેપારીઓ જીએસટીની વસુલાત કરીને ટેક્સ ભરતા નહીં હોય તેઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કરતા કેટલાક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
