તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ટ્રેનમાં તત્કાલ ટિકિટ ન મળે તો અજમાવો આ ટ્રિકઃ કન્ફર્મ ટિકિટ મળવાના ૯૯ ટકા ચાન્સ
જ્યારે કોઈ ટ્રેન પોતાની યાત્રા શરૂ કરવાની હોય છે, તો તેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ પ્રસ્થાન સમયથી લગભગ ૪ કલાક પહેલા જ તૈયાર થાય છે. ચાર્ટ બન્યા બાદ પણ કેટલીક સીટો ખાલી રહી જાય છે અથવા કોઈ યાત્રી અંતિમ સમયમાં યાત્રા રદ કરી દે છે

નવી દિલ્હી તા.૧૦: ઈમરજન્સી ટ્રેનથી યાત્રા કરવામાં તત્કાલ ટિકિટનો જ સહારો હોય છે. પરંતુ, એ જરૂરી નથી કે, દરેકને તત્કાલ ટિકિટ મળી જ જાય. ટિકિટ ન મળવા પર યાત્રા રદ જ કરવી પડે છે. પરંતુ, તત્કાલ ટિકિટ ન મળવા પર પણ એક વિકલ્પ હોય છે, પરંતુ મોટાભાગના યાત્રીઓ તેના વિશે જાણતા નથી. આમાં કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર સીધી જ કન્ફર્મ ટિકિટ મળે છે. આ છે કરેન્ટ બુકિંગ જ્યારે કોઈ ટ્રેન પોતાની યાત્રા શરૂ કરવાની હોય છે, તો તેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ પ્રસ્થાન સમયથી લગભગ ૪ કલાક પહેલા જ તૈયાર થાય છે. ચાર્ટ બન્યા બાદ પણ કેટલીક સીટો ખાલી રહી જાય છે અથવા કોઈ યાત્રી અંતિમ સમયમાં યાત્રા રદ કરી દે છે. આ જ ખાલી બચેલી સીટોને રેલવે કરેન્ટ બુકિગ હેઠળ વિન્ડો પર અને ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે. ટ્રેન પ્રસ્થાન થવાના ૫ મિનિટ પહેલા સુધી આ સીટો બુક કરી શકાય છે.
નહીં લાગે એક્સ્ટ્રા ચાર્જ- સામાન્ય રીતે જ્યારે તત્કાલ ટિકિટ બુક થાય છે, તો રેલવે સામાન્ય ભાડા ઉપર ૧૦૦થી ૫૦૦ રૂપિયાનો એક્સ્ટ્રા ચાર્જ વસૂલે છે, પરંતુ કરેન્ટ બુકિગમાં આવુ નથી થતું. તમને માત્ર ટ્રેનનો નોર્મલ ચાર્જ જ ચૂકવવાનો હોય છે, કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ કે તત્કાલ ફી નથી ચૂકવવી પડતી. કેટલાક રૂટ્સ અને ટ્રેનોમાં રેલવે આ બચેલી ખાલી સીટોને ભરવા માટે મૂળ ભાડા પર ૧૦ ટકાથી લઈને ૩૦ ટકા સુધીની વિશેષ છૂટ પણ આપી શકે છે.
નહીં મળે રિફંડ- કરેન્ટ બુકિગથી જો તમે ટિકિટ બુક કરો છો, તો તમને રિફંડ નહીં મળે. એટલે કે, જો તમે આ ટિકિટ કેન્સલ કરાવો છો, તો કોઈ રૂપિયા પરત નહીં મળે. એટલા માટે તેને ત્યારે જ બુક કરો જ્યારે તમારો પ્લાન એકદમ પાક્કો હોય.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
