તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
તિલક અને મંગળસૂત્ર ન ગમતા હોય તો લાહોર જાવ
લેન્સકાર્ટ પર ભડકયા ધીરેન્દ્ર શાષાીઃ ધાર્મિક આસ્થા અને કોર્પોરેટ કલ્ચર વચ્ચેનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો : પ્રતિબંધ મામલે ભારત છોડોની સલાહ આપતા સોશિયલ મીડિયા પર બહિષ્કારનું તોફાન ફાટી નીકળ્યું

પ્રયાગરાજ, તા.૨૨: પ્રયાગરાજની પવિત્ર ધરતી પર આયોજિત એક ધાર્મિક સભામાં બાગેશ્વર ધામના સરકાર ધીરેન્દ્ર કળષ્ણ શાષાીએ લેન્સકાર્ટ કંપની વિરુદ્ધ આકરા પ્રહાર કરતા ભારે હોબાળો મચી ગયો છે. શાષાીએ ભક્તોની વિશાળ મેદનીને સંબોધતા કહ્યું કે, જે કંપની ભારતમાં રહીને સનાતન ધર્મના પ્રતીકો જેવા કે તિલક, સિંદૂર અને મંગળસૂત્રનો વિરોધ કરે છે, તેને અહીં વ્યવસાય કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેમણે અત્યંત આક્રમક શૈલીમાં લેન્સકાર્ટને મૂર્ખ ગણાવીને સલાહ આપી કે જો તેમને હિન્દુ રીત-રિવાજો સામે આટલો જ વાંધો હોય તો તેમણે પોતાની કંપની પાકિસ્તાનના લાહોરમાં ખોલવી જોઈએ. બાબાના આ નિવેદન બાદ પંડાલમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયા પર લેન્સકાર્ટના બહિષ્કારની ઝુંબેશ તેજ બની ગઈ છે.
આ વિવાદની જડમાં લેન્સકાર્ટનો એક કથિત ડ્રેસ કોડ દસ્તાવેજ છે, જે તાજેતરમાં વાયરલ થયો હતો. આ દસ્તાવેજમાં કર્મચારીઓને બિંદી, તિલક કે કલાવ (હાથમાં બાંધવાનો દોરો) પહેરવા પર મનાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, વિવાદ વધતા કંપનીના સહપ્રસ્થાપક પિયુષ બંસલે તાત્કાલિક સ્પષ્ટતા કરી હતી કે આ દસ્તાવેજ જૂનો છે અને તેને દૂર કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે કંપની કોઈપણ ધાર્મિક ભેદભાવમાં માનતી નથી. પરંતુ, ધીરેન્દ્ર શાષાીના નિવેદને આ જૂની રાખમાં ફરીથી ઘી હોમવાનું કામ કર્યું છે. ભોપાલથી લઈને પ્રયાગરાજ સુધી અનેક સંગઠનોએ સ્ટોર્સની બહાર દેખાવો શરૂ કર્યા છે, જેના કારણે કંપનીની બ્રાન્ડ ઈમેજ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
કોર્પોરેટ પોલિસી અને ધાર્મિક આઝાદી વચ્ચેનો આ વિવાદ હવે માત્ર ઓફિસના નિયમો પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે આસ્થાનો વિષય બની ગયો છે. એક તરફ સોશિયલ મીડિયા પર લોકો આને હિન્દુ વિરોધી માનસિકતા ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો તેને બિનજરૂરી વિવાદ ગણાવી રહ્યા છે. આ ઘટનાની વચ્ચે એક યુવકની આર્થિક તંગીને કારણે આત્મહત્યાના સમાચાર પણ આ વિવાદના માહોલમાં વધુ ગમગીની અને રોષ ફેલાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પિયુષ બંસલની સ્પષ્ટતા બાદ પણ શું સનાતની પ્રેમીઓ લેન્સકાર્ટને માફ કરે છે, કે પછી આ બહિષ્કાર કંપની માટે આર્થિક રીતે મોટો ફટકો સાબિત થશે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
