તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
જો જોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલનું ટેમ્પલ ડિવાઈસ મોંઘું લાગતું હોય તો ખરીદતા નહીં, નવા ઉત્પાદન પર ઉઠેલા તમામ સવાલોના આપ્યા ખુલાસા
જોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે તેમના નવા ટેમ્પલ ડિવાઈસની કિંમત, ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક પુરાવાઓને લઈને ઉઠેલા વિવાદો વચ્ચે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ મેડિકલ ઉપકરણ નથી પરંતુ ફિટનેસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત પ્રોડક્ટ છે.

નવી દિલ્હી : જોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે તેમના નવા ટેમ્પલ ડિવાઈસની કિંમત અને ટેક્નોલોજી પર ઉઠેલા સવાલોનો ખૂબ જ વિગતવાર જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ તબીબી ઉપકરણ નથી, પરંતુ તે ફિટનેસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત એક આધુનિક પ્રોડક્ટ છે. આ ઉપકરણ કોઈપણ બીમારીની ઓળખ કરવા અથવા તેને અટકાવવા માટે બનાવવામાં આવ્યું નથી. દીપિન્દર ગોયલના જણાવ્યા અનુસાર, કંપનીએ ટેમ્પલ ને લઈને કોઈપણ પ્રકારના તબીબી દાવા કર્યા નથી અને આ ઉપકરણ ડૉક્ટરની સલાહ કે સારવારનો વિકલ્પ ક્યારેય બની શકે નહીં.
જે લોકો કોઈપણ નવી પ્રોડક્ટ ખરીદતા પહેલા તેના વૈજ્ઞાનિક પુરાવા અને ઉપયોગના પરિણામો જોવા માંગતા હોય, તેઓએ ટેમ્પલ ડિવાઈસ ખરીદવામાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી જોઈએ નહીં. સોશિયલ મીડિયા પર પોતાની વાત મૂકતા દીપિન્દર ગોયલે જણાવ્યું કે ટેમ્પલ ને માત્ર એક ફિટનેસ અને એઆઈ ડિવાઈસ તરીકે જ રજૂ કરવામાં આવ્યું છે. તેમની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે ટેમ્પલ ની કિંમત અને તેની ટેક્નોલોજી પાછળના વૈજ્ઞાનિક પુરાવાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે.
ટેમ્પલ ને લગતા સવાલો પર દીપિન્દર ગોયલે કહ્યું કે ગ્રાહકો ઈચ્છે તો આ ટેક્નોલોજી પર પીયર-રીવ્યુડ રિસર્ચ ન આવે ત્યાં સુધી રાહ જોઈ શકે છે. વૈજ્ઞાનિક સમીક્ષા પછી પણ જો કોઈને પ્રોડક્ટ પર વિશ્વાસ ન હોય તો તે તેને ખરીદવાની ના પાડી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગ્રાહક પર ટેમ્પલ ખરીદવાનું દબાણ નથી અને લોકો ઉપલબ્ધ માહિતીના આધારે નિર્ણય લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
ટેમ્પલ ની ઊંચી કિંમત અંગે તેમણે જણાવ્યું કે કંપનીએ આ ઉપકરણ તૈયાર કરવામાં ઘણો સમય અને સંસાધનો લગાવ્યા છે, જેના આધારે કિંમત નક્કી થઈ છે. જો કે, જે લોકોને આ ડિવાઈસ મોંઘું લાગતું હોય, તેઓ તેને તરત ખરીદવાના બદલે થોડો સમય રાહ જોઈ શકે છે અને અન્ય યુઝર્સના અનુભવો જોયા બાદ નિર્ણય કરી શકે છે. તેમણે અંતમાં જણાવ્યું કે ટેમ્પલ ને માત્ર ભારતીય બજારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું નથી પરંતુ તે એક ગ્લોબલ પ્રોડક્ટ છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
