તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
IIT અને NIT વિદ્યાર્થિઓને ઝટકો:અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીએ કેમ્પસ પ્લેટમેન્ટ ઓફર પાછી ખેંચી લીધી
મોટાભાગની કૉલેજોમાં વન સ્ટુડેન્ટ, વન જૉબ પોલિસી લાગુ:એક વખત નોકરી મળ્યા બાદ વિદ્યાર્થી અન્ય કંપનીઓના પ્લેસમેન્ટમાં હિસ્સો લઈ શકતા નથી

નવી દિલ્હી :અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ઓરેકલ કોર્પોરેશનએ ભારતની મોટી-મોટી એન્જીનિયરિંગ કૉલેજોમાં આપવામાં આવેલા કેમ્પસ પ્લેસમેન્ટ અને પ્રી-પ્લેસમેન્ટ ઓફરને પાછી ખેંચી લેતા વિદ્યાર્થીઓને તેમની કરિયર શરૂ થાય તે અગાઉ જ મોટો ઝાટલો લાગ્યો છે.
મની કન્ટ્રોલની માહિતી પ્રમાણે જે વિદ્યાર્થીઓની Offer કેન્સલ કરવામાં આવી છે તેમને આ સપ્તાહમાં માહિતી આપવામાં આવી છે. Oracle Corporationના આ નિર્ણયને લીધે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી વારંગલ, વિશ્વેશ્વરૈયા નેશનલ ઈન્સ્ટિયુયુટ ઓફ ટેકનોલોજી નાગપુર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રુરકી, ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ તથા ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી BHU વારાણસી જેવી સંસ્થાને અસર થઈ છે.
સૌથી મોટી મુશ્કેલી એ છે કે મોટાભાગની કૉલેજોમાં વન સ્ટુડેન્ટ, વન જૉબ પોલિસી લાગુ છે. એટલે કે એક વખત નોકરી મળ્યા બાદ વિદ્યાર્થી અન્ય કંપનીઓના પ્લેસમેન્ટમાં હિસ્સો લઈ શકતા નથી. તેનો અર્થ એવો છે કે જે વિદ્યાર્થીઓની ઓફર પાછી લેવામાં આવી છે તેમને હવે કોઈ જોબ ઓફર થઈ નથી.
NITના વિદ્યાર્થીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે તેને ગયા વર્ષે Oracleમાં ઈન્ટર્નશિપ બાદ PPO એટલે કે પ્રી-પ્લેસમેન્ટ ઓફર મળી હતી. તેની સાથે કોલેજના 12 અન્ય વિદ્યાર્થીઓને પણ ઓફર મળી હતી. PPO મળ્યા બાદ હું અન્ય પ્લેસમેન્ટ ટેસ્ટ આપી ન હતી. હવે પ્લેસમેન્ટ સેલ પાસેથી જાણવા મળ્યુ છે કે અમારી કોલેજના ત્રણ વિદ્યાર્થિની ઓફરને રદ્દ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે Oracleએ આ વર્ષે રૂપિયા 35થી રૂપિયા 40 લાખ વાર્ષિક પેકેજ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થિની ભરતી કરી હતી.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
