<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

રાજસ્થાનના નાગૌરમાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ : ભાડાના મકાનમાં ચાલતી ફેક્ટરી ઝડપાઇ :રૂ.100 કરોડની કિંમતનો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન 5 કિલોથી વધુ તૈયાર ડ્રગ્સ, અઢી કિલોથી વધુ કેફીન અને ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 24 પ્રકારના કેમિકલ સહિતનો સામાન મળી આવ્યો

રાજસ્થાનના નાગૌરમાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદે ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસે ભાડાના મકાનમાં ચાલતી ફેક્ટરી પર દરોડો પાડી આશરે રૂ.100 કરોડની કિંમતનો ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન 5 કિલોથી વધુ તૈયાર ડ્રગ્સ, અઢી કિલોથી વધુ કેફીન અને ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતા 24 પ્રકારના કેમિકલ સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે આ મામલે નેવીના પૂર્વ કર્મચારી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભાડાના મકાનમાં ગેરકાયદે રીતે ડ્રગ્સનું ઉત્પાદન કરતા હોવાની માહિતી સામે આવી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલની તપાસ સાથે ફેક્ટરીના નેટવર્ક અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(6:49 PM IST)