<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

હું કોઈ સંત નથી, હું ફન લવિંગ છું: હું પરિણીત છું

વર્ષો બાદ રાધે માએ પર્સનલ લાઈફ પર અનેક ખુલાસા કર્યા

નવી દિલ્‍હી તા.૨૩: આધ્‍યાત્‍મિક ગુરુ અને ખુદને દેવીનો અવતાર ગણાવતી રાધે માંને વિવાદો સાથે જૂનો નાતો છે. રાધે માં પર લોક પાસેથી પૈસા લેવાનો આરોપ પણ લાગતો રહ્યો છે. વર્ષો બાદ રાધે માએ પોતાના પર્સનલ લાઈફ અને તેમના પર લાગેલા આરોપો પર વાત કરી છે. તેમણે એવું પણ કહ્યું છે કે, તે સંત નથી અને ક્‍યારેય સંત હોવાનો દાવો પણ નથી કર્યો.

રાધે માને જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે, તમે બાકીના ગુરુઓથી એકદમ અલગ છો, એવું કેમ? નયનદીપ રક્ષિત સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મેં ક્‍યારેય નથી કહ્યું કે, હું સંત છું. હું રાધે છું, બીજાને રસ્‍તો દેખાડનારી. મારી પાસે જે આવ્‍યા છે, તે ક્‍યારેય ખાલી હાથ નથી ગયા. મારા ભક્‍તોને શોખ છે, મારો શ્રૃંગાર કરવાનો એટલા માટે હું શ્રૃંગાર કરું છે. મેં ક્‍યારેય એ મેંશન નથી કર્યું કે હું સંત છું. સાધુ છું. એક જ જીવન મળ્‍યું છે. હું તેને જીવવા માગું છું.

તેમણે કહ્યું કે, હું પરિણીત છું. મારા બાળકો ઈચ્‍છે છે કે હું શ્રૃંગાર કરું. મને બહુ ખરાબ લાગે છે, જ્‍યારે પારા વિશે છપાય છે કે હું પૈસા લઉં છું. જ્‍યારે મેં ક્‍યારેય એક રુપિયો પણ નથી માગ્‍યો. લોક મારી સાથે નેચરલી જોડાય છે.. હવે જેને ૧૩ વર્ષથી બાળક નથી થતાં અને મારી સાથે જોડાયા બાદ બાળકો થયા. તો એ પૈસા ચઢાવે જ ને. જેનો બિઝનેસ ૧૦ વર્ષથી રોકાયેલો છે. તે ચઢાવશે જ. એમાં મારો શું વાંક છે. મેં નથી માગ્‍યા. એક માણસ ઊભો થઈને કહી દે મેં તેની પાસે પૈસા માગ્‍યા. જો કોઈ પોતાના મનથી આપી રહ્યા છે તો હું થોડી બોલીશ કે મારે પૈસા નથી લેવા. જો તમને કોઈ ગિફટ કે પૈસા આપે તો શું તમે નથી લેવાના?

રાધે મા આગળ કહે છે કે, ધર્મ માણસે બનાવ્‍યા છે અને ભક્‍તિ ભગવાને બનાવી છે. મારી પાસે દરેક ધર્મના લોકો આવે છે. હું કોી ધર્મમાં ફરક કરતી નથી. સૌથી મોટો ધર્મ માણસાઈનો છે. માણસાઈ ખૂબ જરુરી છે. શું આપને લાગે છે કે આજના જમાનામાં માણસાઈ ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું કે, હા ઓછી થઈ રહી છે. લોકો પૈસા પાછળ વધારે દોડે છે. હાય, હાય, વધારે છે. જો આ છોડી પ્રભુ પાછળ દોડે, તો બધું જ મળશે.

હું ફન લવિંગ છું. હું ભગવાનના ગીતો ગાઈને સાંભળાવું છે અને મ્‍યૂઝિક ચલાવીને પણ સાંભળું છે. રાધે મા કહે છે કે જ્‍યારે તેમને લઈ વિવાદ થયો ત્‍યારે તેઓ ત્રણ વર્ષ સુધી ડિપ્રેશનમાં રહી. સારવાર બાદ તે ઠીક થઈ.

(10:18 AM IST)