<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

યુદ્ધની અસર...દુબઈની ઈન્‍ક્‍વાયરી ઘટીઃ દિવાળીમાં વિદેશ પ્રવાસ ટાળતા મુસાફરો

સાઉદી પર હૂથીઓના સતત હવાઈ હુમલાને કારણે લોકોએ અખાતી દેશોમાં જવાનું માંડી વાળ્‍યું: વેકેશનમાં ડોમેસ્‍ટિક ડેસ્‍ટિનેશન લોકોની પહેલી પસંદ : દિવાળી વેકેશનમાં દુબઈ ટુરનાં પેકેજ સસ્‍તા થવાની શક્‍યતા, હોટલોમાં મોટા ડિસ્‍કાઉન્‍ટની ઓફરો : નેપાળની આસપાસ પૂર, અમેરિકામાં પણ અસ્‍થિરતા અને યુરોપમાં જર્મની સહિતના દેશોમાં તંગ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ યથાવત્‌ છે. આ પરિસ્‍થિતિમાં લોકોને ફરવા જવા માટેના વિકલ્‍પો ઘટી રહ્યા છે.

અમદાવાદ,તા.૨૩: અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર સતત હુમલા કરી રહ્યાં છે તો ઈરાન અખાતી દેશોમાં આવેલા અમેરિકાના લશ્‍કરી થાણાં પર હુમલા કરી રહ્યું છે, જેને પગલે લોકો અખાતી દેશોમાં જવાનું ટાળી રહ્યા છે. દિવાળી વેકેશનમાં ભારતીયોના હોટ ફેવરિટ દુબઈ જતાં લોકો ડરી રહ્યા છે. જેને પગલે દિવાળી ટાણે દુબઈની ૬૬ ટકા હોટલો ખાલી છે.

અમદાવાદના ટુર ઓપરેટરોના મતે, સાતેક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને લઈને દુનિયાભરના દેશોમાં ક્રૂડની અછત વર્તાઈ રહી છે. જેને કારણે ફલાઈટનાં ભાડાં વધી રહ્યાં છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન દુબઈ સહિતના અખાતી દેશો પર ઈરાને હુમલા કર્યા છે. જેને કારણે લોકો દુબઈ જવાનું અને રહેવાનું ટાળી રહ્યા છે. તાજેતરમાં જ રિયાધ એરપોર્ટ પર હૂથીઓએ હુમલો કરતા ઘણું નુકસાન થયું હતું, જ્‍યારે અનેક મુસાફરોનાં મોત નિપજ્‍યાં હતાં. આ પરિસ્‍થિતિને પગલે ભારત સહિતનાં ઘણા દેશોએ સાઉદી સહિતના અખાતી દેશોની ફલાઈટ્‍સ થોડા સમય માટે સ્‍થગિત કરવી પડી છે.

સામાન્‍ય સંજોગોમાં ભારતીયો અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ દિવાળી વેકેશનમાં દુબઈની ટુર માટે મોટા પ્રમાણમાં બુકિગ કરાવતા હોય છે. જેને લઈને દિવાળી પહેલાં દુબઈની ફલાઈટ્‍સનું એડવાન્‍સ બુકિગ થઈ જતું હોય છે. હોટલો પણ હાઉસફુલ થઈ જતી હોય છે. જ્‍યારે વર્તમાન સમયમાં દિવાળી વેકેશન માટે દુબઈનાં બુકિગ ખૂબ જ ઘટી ગયાં છે. ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલાં દુબઈની હોટલો હાઉસફુલ રહેતી હતી જ્‍યારે હાલ ૬૭ ટકાથી વધારે રૂમ ખાલી છે, જેને લઈને હોટલ સંચાલકો પણ ચિતિત છે.

ટુર ઓપરેટર ભૂમિકા પટેલ અને ધ્રુમન પટેલના જણાવ્‍યા મુજબ, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દુબઈની ઈન્‍ક્‍વાયરી ખૂબ જ ઘટી ગઈ છે. દિવાળી માટે લોકો સિગાપોર, થાઈલેન્‍ડ અને મલેશિયા માટે ઈન્‍ક્‍વાયરી કરી રહ્યા છે. નજીકનાં ડેસ્‍ટિનેશનમાં શ્રીલંકા અને ભૂટાનની ઈન્‍ક્‍વાયરી વધી છે.

ટુર ઓપરેટર રમેશ રાઠોડના જણાવ્‍યા મુજબ, લોકો દુબઈની ઈન્‍ક્‍વાયરી કરવાનું ટાળવા ઉપરાંત જેમણે બુકિગ કરાવ્‍યાં હતા તેઓ પણ બુકિગ રદ કરાવી રહ્યા છે. જેને લઈને ટુર ઓપરેટરો ચિતિત છે. આગામી દિવસોમાં પણ જો વાતાવરણ સામાન્‍ય નહીં થાય તો દુબઈ ટુરિઝમને ચોક્કસ અસર પડી શકે છે.

દુબઈમાં હોટલ સંચાલકોએ લોકોને આકર્ષવા ૪૦ ટકા ડિસ્‍કાઉન્‍ટની જાહેરાત કરી છે. જોકે, તેને સમગ્ર પેકેજનું ડિસ્‍કાઉન્‍ટ માની શકાય નહીં. આ બાબતે ટુર ઓપરેટર પલક પટેલ જણાવે છે કે, કેટલાક લેભાગુ ટુર ઓપરેટરો ૪૦ ટકા ડિસ્‍કાઉન્‍ટની વાતો કરી લોકો પાસેથી રૂપિયા પડાવી ગાંઠે કરતા હોય છે, પરંતુ બુકિગ નહીં કરી તેમની સાથે છેતરપિડી કરતા હોય છે. માટે આ પરિસ્‍થિતિમાં પૂરતી ઈન્‍ક્‍વાયરી, ફલાઈટની વિગતો અને હોટલની વિગતો મેળવ્‍યા બાદ જ બુકિગ કરાવવું હિતાવહ છે.

અખાતી દેશોમાં યુદ્ધની સ્‍થિતિ, નેપાળની આસપાસ પૂર, અમેરિકામાં પણ અસ્‍થિરતા અને યુરોપમાં જર્મની સહિતના દેશોમાં તંગ પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ, રશિયા અને યુક્રેન વચ્‍ચે યુદ્ધ યથાવત્‌ છે. આ પરિસ્‍થિતિમાં લોકોને ફરવા જવા માટેના વિકલ્‍પો ઘટી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓ દિવાળી વેકેશનમાં વિદેશને બદલે ભારતમાં જ ફરવાનું પસંદ કરી રહ્યાં છે. તેમાંય લોકો પોતાનાં વાહનોમાં મિત્રો કે સ્‍વજનો સાથે નજીકનાં બે-ત્રણ દિવસનાં ડેસ્‍ટિનેશન પર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.

(10:31 AM IST)