<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ ગિબ્રાન સામે મહાભિયોગની હિલચાલ તેજ : ૧૦૦થી વધુ સાંસદોની સહી, શૈક્ષણિક પ્રમાણપત્રનો વિવાદ ગંભીર બન્યો

સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર રદ કર્યું : પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર ગિબ્રાનનું રાજકીય ભવિષ્ય જોખમમાં, સંસદમાં મોટી હલચલ

જકાર્તા, તા. ૧૧ : ઇન્ડોનેશિયાના ઉપરાષ્ટ્રપતિ ગિબ્રાન રાકાબુમિંગ રાકા સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની માગણી સાથે ૧૦૦થી વધુ સાંસદોએ અરજી ઉપર સહી કરી છે.

 

ગિબ્રાન પૂર્વ રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર છે. તેમની શૈક્ષણિક લાયકાત અંગેના દસ્તાવેજો ચૂંટણીના નિયમો મુજબ માન્ય નહીં હોવાનું અદાલતોએ ઠરાવ્યું છે.

 

સુપ્રીમ કોર્ટે શિક્ષણ મંત્રાલયને ગિબ્રાનનું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણપત્ર પાછું ખેંચવા સૂચના આપી છે. સાંસદોના જણાવ્યા મુજબ અરજી ટૂંક સમયમાં સંસદના અધ્યક્ષને સોંપાશે.

 

ગિબ્રાને મંગળવારે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથેની બેઠકમાં રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે મહાભિયોગની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી અને ઉપરાષ્ટ્રપતિ પદેથી તેમની હકાલપટ્ટી થઈ નથી.

(5:04 PM IST)