તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
પ્રિપેઈડ સ્માર્ટ મીટર ધરાવતા વીજ ગ્રાહકોને એનર્જી ચાર્જમાં ૩%ના રિબેટનો અમલ શરૂ
જર્કના ટેરિફ ઓર્ડરનો ૧લી એપ્રિલથી અમલની સત્તાવાર જાહેરાત : ToU લાભ સ્માર્ટ મીટર ધરાવતા પોસ્ટ પેઈડ ગ્રાહકોને પણ ઉપલબ્ધ

વડોદરા,તા.૨: ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ ( જક) દ્વારા રાજ્યની વીજ વિતરણ કંપનીઓ માટેના મંજુર કરાયેલા ટેરિફ ઓર્ડરનો અમલ ૧લી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો છે. જીયુવીએનએલની ચારેય વીજ વિતરણ કંપનીઓ એમજીવીસીએલ, પીજીવીસીએલસ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા જાહેરાત કરાઈ છે કે, પ્રિપેઈડ સ્માર્ટ મિટરિગ અને બિલિંગ વ્યવસ્થા અપનાવનાર વીજ ગ્રાહકોને એનર્જી ચાર્જ ઉપર ૨ ટકાના બદલે ૩ ટકા રિબેટ અપાશે. પ્રિપેઇડ સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે અલગ એન્રજી ચાર્જીસનો અમલ કરાયો છે. માસિક બિલિગ આ ગ્રાહકોને થશે અને તેમણે મહિના દરમિયાન તેમના ખાતામાં પુરતું બેલેન્સ રાખવું પડશે.
જ્યારે સસ્તી સોલર વીજળીના વપરાશ માટે વ્ંશ્ (ટાઈમ ઓફ યુઝેસ) ડિસ્કાઉન્ટનો લાભ આરજીપી, જીએલપી, એનઆરજીપી,એલટીએમડી અને એલટી ઇવી ચાર્જિગ સ્ટેશન કેટેગરીના સ્માર્ટ મીટર ધરાવતા પોસ્ટ પેઇડ ગ્રાહકોને પણ ઉપલબ્ધ રહેશે. જે અગાઉ માત્ર પ્રિપેઈડ બિલિગમાં જ ઉપલબ્ધ હતું. વ્ંશ્ડિસ્કાઉન્ટનો સમયગાળો જે સવારના ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી એટલેકે છ કલાક સુધી રહેશે. વ્બ્શ્ ડિસ્કાઉન્ટની સગવડ તમામ વોટરવર્ક્સ જોડાણો માટે લાગુ પાડવામાં આવી છે અને આ ડિસ્કાઉન્ટ માટે જોડાયેલ લોડ ૫૦ એચપી કે તેથી વધુ હોવો જોઇએ તેવી શરત દૂર કરવામાં આવી છે. દિવસ દરમ્યાન ગ્રીડમાં ઉપલબ્ધ સસ્તી સોલર વીજળીનો લાભઅંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવાના હેતુથી ToU ડિસ્કાઉન્ટની શરતોમાં ઉપર મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે.
એલટી કેટેગરી માટે ટાઈમ ઓફ યુઝેસ ToU ચાર્જ અંગે જણાવાયું છેકે, આયોગ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છેકે, (૧)એનઆરજીપી, એલટીએમડી, એલટી ઈવી ચાર્જિગ કેટેગરીના ગ્રાહકો માટે ToU: ચાર્જ તે જ કિસ્સામાં લાગુ પડેશે જ્યાં ગ્રાહકના સ્થાપન પર ToU રેકોર્ડિગ સુવિધાવાળું મીટર ઉપલબ્ધ હશે. ગ્રીન પાવર ટેરિફ માટેનો રેટ હાલના પ્રતિ યુનિટ ૯૦ પૈસાથી ઘટાડીને ૭૫ પૈસા કરવામાં આવ્યો છે.
ફયુઅલ સરચાર્જ માટે હવે વિધુત આયોગ સમક્ષ મંજુરીના બદલે આયોગે સૂચવેલી ફોર્મ્યુલા મુજબ નિયમિત ગણતરી વીજ વિતરણ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં પાયાનો વીજ ખરીદી ખર્ચ રૂા.૫.૧૧ પ્રતિયુનિટ જ્યારે FPPAS ચાર્જ પ્રતિ યુનિટ રૂા.૨.૪૫ રહેશે. (૪૦.૩)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
