તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ભારત અને બ્રિટનના વેપાર કરારમાં આયાત જકાતનો વિવાદઃ સ્કોચ ઉપર ૧૬૨.૫ ટકા અસરકારક જકાતથી મતભેદ, કેન્દ્ર સરકાર ઉકેલ માટે સક્રિય
બ્રિટને ભારત સમક્ષ વાંધો ઉઠાવ્યોઃ વેપાર સચિવ રાજેશ અગ્રવાલે આગામી થોડા દિવસોમાં કાનૂની માર્ગે પ્રશ્ન ઉકેલવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હી, તા. ૨૪: ભારત અને બ્રિટન વચ્ચે અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર હેઠળ સ્કોચની આયાત જકાતને લઈને નવો વિવાદ ઊભો થયો છે. બ્રિટિશ સરકારે ભારત સમક્ષ વાંધો નોંધાવ્યા બાદ કેન્દ્રના વાણિજ્ય અને નાણાં મંત્રાલયના અધિકારીઓ કાનૂની અભિપ્રાય મેળવી રહ્યા છે. હાલમાં જથ્થાબંધ સ્કોચની કેટલીક આયાત ઉપર અસરકારક જકાત ૧૬૨.૫ ટકા સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે.
બંને દેશો વચ્ચે જુલાઈથી અમલમાં આવેલા વેપાર કરાર હેઠળ સ્કોચની આયાત જકાત ઘટાડીને ૭૫ ટકા કરવામાં આવી હતી. જોકે જથ્થાબંધ આયાત થતાં ઉત્પાદનોના કસ્ટમ વર્ગીકરણ અંગે મતભેદ સર્જાયો છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું કે ભારત કરાર પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આગામી થોડા દિવસોમાં ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ છે. બંદરો ઉપર અટકેલા જથ્થાબંધ સ્કોચના કન્ટેનરો મુક્ત કરવામાં આવ્યા છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
