તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
અયોધ્યા રામ મંદિર દાન ઉચાપત કેસમાં નોંધાયેલી એફઆઈઆરની મહત્વપૂર્ણ વિગતો : કુલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો
એફઆઈઆર માં જેમના નામ છે તે કોઈ મોટા ટ્રસ્ટીઓ નથી પરંતુ દાનની રકમ ગણવાની અને મંદિરના વહીવટની, નીચેની હરોળની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા કર્મચારીઓ છે, જેમના દ્વારા આ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું

અયોધ્યા: છેલ્લા અહેવાલો મુજબ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની ચોરીના મામલે ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી નોંધાયેલી પોલીસ એફઆઈઆર ની મુખ્ય વિગતો મુદ્દાસર નીચે મુજબ છે:
* એફઆઈઆર દાખલ કરનાર અને સ્થળ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ મથકે આ સત્તાવાર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
* તપાસનો આધાર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા સોંપવામાં આવેલા વચગાળાના રિપોર્ટના આધારે આ કાર્યવાહી થઈ છે.
* ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ની કલમો: આ કેસમાં નીચે મુજબની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે:
* કલમ ૩૦૬ કર્મચારી અથવા સેવક દ્વારા ચોરી
* કલમ ૩૧૬ પેટા કલમ ૫ અપરાધિક વિશ્વાસઘાત
* કલમ ૩૧૭ પેટા કલમ ૪ ચોરીના માલની ખરીદી
* કલમ ૩૧૭ પેટા કલમ ૫ ચોરીનો સામાન છુપાવવો
* કલમ ૬૧ ગુનાહિત ષડ્યંત્ર
* કલમ ૩ પેટા કલમ ૫ સમાન ઇરાદે ગુનો આચરવો
* નામજદ આરોપીઓ: એફઆઈઆર માં મુખ્યત્વે અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લ, રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ અને મનીષ યાદવના નામ દર્શાવવામાં આવ્યા છે. મીડિયા અહેવાલો મુજબ આ કેસમાં કુલ આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
* આરોપીઓની ભૂમિકા: એફઆઈઆર માં જેમના નામ છે તે કોઈ મોટા ટ્રસ્ટીઓ નથી પરંતુ દાનની રકમ ગણવાની અને મંદિરના વહીવટની નીચેની હરોળની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલા કર્મચારીઓ છે જેમના દ્વારા આ ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું.
* પોલીસ કાર્યવાહી અને ધરપકડ: લખનૌ ઝોનના એડીજી પ્રવીણ કુમાર દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી મુજબ એફઆઈઆર નોંધાયા બાદ કડક એક્શન લેવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
