News of Thursday, 26th November 2026
દેશભરના લાખો પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચારઃ યુજીસી નેટની ડિસેમ્બર સત્રની પરીક્ષા માટે પરીક્ષા શહેરની માહિતી જાહેરઃ ૭ ડિસેમ્બરે પ્રવેશપત્ર મળશે
પરીક્ષા ૧૪થી ૧૮ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બરના રોજ કુલ ૮૭ વિષયો માટે કમ્પ્યુટર આધારિત પદ્ધતિથી યોજાશેઃ પરીક્ષા સવારે ૯થી બપોરે ૧૨ અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી બે પાળીમાં લેવામાં આવશે

નવી દિલ્હી, તા.૨૬: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ડિસેમ્બર સત્રની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા માટે પરીક્ષા શહેરની માહિતી જાહેર કરી છે. ઉમેદવારો પોતાનો અરજી નંબર અને જરૂરી વિગતો દાખલ કરીને આ માહિતી મેળવી શકશે.
આ પરીક્ષા ૧૪થી ૧૮ ડિસેમ્બર અને ૨૧ ડિસેમ્બરના રોજ કુલ ૮૭ વિષયો માટે કમ્પ્યુટર આધારિત પદ્ધતિથી યોજાશે.
પરીક્ષા સવારે ૯થી બપોરે ૧૨ અને બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી બે પાળીમાં લેવામાં આવશે.
પરીક્ષાર્થીઓને મુસાફરી અને રહેવાની આગોતરી વ્યવસ્થા કરવામાં સરળતા રહે તે માટે પરીક્ષા શહેરની માહિતી જાહેર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રનું ચોક્કસ સરનામું પ્રવેશપત્રમાં દર્શાવવામાં આવશે. પ્રવેશપત્ર ૭ ડિસેમ્બરે જાહેર કરવાનું આયોજન છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
