News of Saturday, 1st August 2026
મહત્વના વરસાદી સમાચાર

* નવસારીમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓમાં ભારે પૂર, ત્રણેય નદીઓમાં પાણીનું સ્તર વધતા જિલ્લામાં હાઈ એલર્ટ
* બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ * સુરત: અંબિકામાં કાર તણાઈ
* તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર, વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદી બેકાંઠે, ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા
* અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ * મહેસાણાના કડીમાં ૩ ઇંચ વરસાદથી જળબંબાકાર, અંડરપાસ અને કોમ્પલેક્ષમાં પાણી ભરાયા
* નવસારી: અંબિકા નદીના નીર બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા
* ડાંગ જિ.ની પુર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર, સર્વત્ર વરસાદ
* મહીસાગરમાં ધોધમાર વરસાદ, લુણાવાડાના ગોધરા-શામળાજી હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા
* સવાર સુધીમાં રાજકોટમાં બે ઇંચ * ગુજરાતમાં મેઘરાજાની ધમાલ, ૫ વરસાદી સિસ્ટમ્સ સક્રિય, સંખ્યાબંધ જિલ્લામાં રેડ એલર્ટ.
*કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તું: ૧૯ કિલોના બાટલાની કિંમતમાં આજથી ૨૦૦ રૂપિયાનો મોટો ઘટાડો : નવી દિલ્હી:૧૯ કી. વજનવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૨૦૦ રૂપિયાનો આજથી જ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છ
*લો પ્રેસર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, ગુજરાતમાં સર્વત્ર જળબંબાકારની આગાહી: રાજકોટ-અમદાવાદ સહિત ૬ જિલ્લામાં રેડ, કચ્છ સહિત ૧૦માં ઓરેન્જ અને ૧૫માં યલો એલર્ટ : લો પ્રેસર ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે આજે ગુજરાતમાં સર્વત્ર ભારેથી ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ માટે રેડ એલર્ટ જ્યારે કચ્છ સહિત ૧૦ જિલ્લામાં ઓરેન્જ અને જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત ૧૫ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
*ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રાજ્યના ૧૨ તાલુકામાં ૧૦ ઇંચથી વધુ અને ૨૫૫ તાલુકામાં મનમૂકીને વરસ્યો વરસાદ: ગુજરાતના ૧૨ તાલુકામાં ૧૦ ઇંચ કરતાં વધુ અને ૨૫૫ તાલુકામાં મેઘો મન મૂકીને વરસી પડ્યો છે. આજે પણ સવારથી સાર્વત્રિક વરસાદ બધે જ ચાલુ છે.
*મહારાષ્ટ્રના ભીવંડીમાં ઇમારત ધરાશાયી થતાં મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો: અધિકારીઓની સમયસૂચકતાથી ૪૦ શ્રમિકોનો આબાદ બચાવ : થાણે: મહારાષ્ટ્રના ભીવંડીમાં ઇમારત તૂટી પડતા મૃત્યુ આંક ૧૦ ઉપર પહોંચ્યો છે. ગઈકાલે આ મકાનમાં ૪૦ શ્રમિકો કામ કરતા હતા, તેને એ જ સમયે ત્યાં પહોંચેલા કોર્પોરેશનના અધિકારીઓએ બહાર કાઢી મુકતા આ તમામ બચી ગયા હતા.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
