<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

ડાયાબિટિશના દર્દીઓને રાહતરૂપ મહત્વનું સંશોધન: હવે સ્ટેમ સેલની મદદથી ઘા કે ઈજાની સારવાર કરી શકાશે

સંશોધનમાં આશરે 10 જેટલા દર્દીની ઈજાને છ મહિનાના સમયમાં સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યા

ડાયાબિટીસની બીમારી ધરાવતા દર્દીઓ માટે કોઈ ઘા કે ઈજા ભારે મુશ્કેલીરૂપ બની શકે છે. કારણ ઈજાના સંજોગોમાં રુઝ આવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. પણ હવે સંશોધનકર્તાઓએ આ દિશામાં અત્યંત મહત્વનું સંશોધન કર્યું છે અને પ્લેસેંટા એટલે કે અપરાથી પ્રાપ્ત થતા સ્ટેમ સેલની મદદથી ઘા કે ઈજાની સારવાર કરી શકાશે. આ પ્રથમ વખત છે કે જ્યારે માનવી પર કરવામાં આવેલુ આ એક નાનું એવું પરીક્ષણ થેરાપીના ખૂબ જ સારા અને પ્રોત્સાહનજ પરિણામોને સામે લાવવામાં આવી શકાયા છે.

તાજેતરમાં કરવામાં આવેલા આ સંશોધનમાં આશરે 10 જેટલા દર્દીની ઈજાને છ મહિનાના સમયમાં સંપૂર્ણપણે ભરી દેવામાં આવ્યા હત. આ ઉપરાંત દર્દીઓના પગની સંવેદનશીલ સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો કરી શકાય હતો. સંશોધકોનું કહેવું છે કે આ ઉપચારને લીધે ભવિષ્યમાં ડાયાહિટીક ફુટ અલ્સર સાથે નસો સાથે સંકળાયેલ કેટલીક સમસ્યાની સારવારમાં પણ ઉપયોગી બની શકે છે.

ડાયાબિટીસથી પિડીત દર્દીઓના પગની નસો અને રક્તવાહીનીઓને નુકસાન થઈ શકે છે. આ સંજોગોમાં પગમાં ઈજા થવા પર અનેક દર્દીઓને તેનો અહેસાસ થતો નથી. જ્યારે લોહી પહોંચાડતી ધમનીઓને નુકસાનથી ઘા કે ઈજા ભરવાની પ્રક્રિયાને અસર થાય છે. આ કારણને લીધે ખુલ્લા ઘા બની જાય છે. તેને ડાયાબિટીક ફુટ અલ્સર કહેવામાં આવે છે. અમેરિકામાં ડાયાબિટીસ એસોસિએશન પ્રમાણે લાંબા સમય સુધી આ સમસ્યા સાથે સંકળાયેલ 20 ટકા દર્દીઓને છેવટે પગને કપાવવાની જરૂર પડી શકે છે. આ સંજોગોમાં નવા સંશોધનથી હવે નવી સારવાર સાથે આશાનું કિરણ જોવા મળી રહ્યુ છે.

સ્ટેમ સેલ્સ ટ્રાન્સલેશનલ મેડિસિન મેગેઝીનમાં પ્રકાશિક સંશોધન પ્રમાણે 10 દર્દીના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જે સામાન્ય સારવારથી સારી થાય તેમ ન હતી. સંશોધનકર્તાઓએ ત્યારબાદ તંદુરસ્ત પ્લેસેંટા સાથે ખાસ કોષ તૈયાર કર્યાં. ત્યારબાદ દર્દીઓની સારવાર કરવામાં આવી જેમાં સંશોધકોને ધારી સફળતા મળી હતી.

(10:59 PM IST)