તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
ઈન્ડિયા બ્લોકની માઠી બેઠી : એક જ મહિનામાં ભોં ભેગો થઇ ગયો
ડાબેરીઓને કેરળની પ્રજાની ડાબા હાથની લપડાક : આગામી દિવસોમાં ભાજપ ઉત્તર અને કોંગ્રેસ દક્ષિણ ભારત સંભાળી લે તો આヘર્ય નહીં થાય : બ્લોકની અંદર રાહુલની નેતાગીરી સામે સવાલ ઉઠાવનારો દરેક પ્રાદેશિક પક્ષ

નવી દિલ્હી, તા. ૫: નસીબ ગણતરીના સમયમાં કેવો પલટો મારે છે તે ઈન્ડિયા બ્લોક બહુ આકરી રીતે શીખ્યુ છે. મહિના પહેલા શું સ્થિતિ હતી અને પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા પછી સ્થિતિ કેવી થઈ છે તે ઇન્ડિયા બ્લોકની હાલત જોઈ દેખાઈ રહ્યુ છે. કેરળનો અંતિમ કિલ્લો તૂટતા ડાબેરીઓનો દેશમાં અસ્ત થયો છે. બંગાળીઓએ મમતાને મમતને ફગાવી દઈ ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા છે
આ સિવાય અન્ય એક પ્રાદેશિક પક્ષ ડીએમકેનો કિલ્લો તમિલનાડુમાં નવા જ બનેલા અભિનેતા વિજયના પક્ષ ટીવીકેએ ધરાશાયી કરી નાખ્યો છે. આમ ૨૦૨૪ની ચૂંટણી પછી શાસક પક્ષ એનડીએને ભીડવવાના મનોરથો ધરાવતા વિપક્ષ ઇન્ડિયા બ્લોક માટે તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી અત્યંત વરવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે રાજ્ય સ્તરના આ પરિણામોની કંઈ તાત્કાલિક સંસદમાં તો અસર નહીં પડે, પરંતુ સોમવારના પરિણામો આ ઇન્ડિયા બ્લોકના આંતરિક પરિમાણો પર ચોક્કસ અસર પડશે. ભાજપે ૪૨ સાંસદો સંસદમાં મોકલતું પヘમિ બંગાળ જેવું મોટું રાજ્ય કબ્જે કર્યું છે અને તેનો ફાયદો તેને ચોક્કસ ૨૦૨૯માં મળશે. આ ઉપરાંત તેના સથવારે તેને રાજ્યસભામાં પણ તેની બેઠકો વધારવામાં મદદ મળશે. રાજ્યસભામાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવશે તો આヘર્ય નહી થાય.
તાજેતરની ચૂંટણીઓમાં એક પછી એક પ્રાદેશિક પક્ષો પછડાટ અનુભવી રહ્યા છે તે તેમના માટે બોધપાઠ સમાન છે. બિહારમાં લાલુપ્રસાદનો પક્ષ આરજેડી, યુપીમાં અખિલેશ યાદવનો પક્ષ સપા, મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને દિલ્હીમાંથી આમ આદમી પાર્ટી જેવા પક્ષ સત્તાની બહાર થયા છે હવે તેમાં ટીએમસી અને ડીએમકેનો ઉમેરો થયો છે. તેના કારણે ઇન્ડિયા બ્લોકની અંદર પ્રાદેશિક પક્ષોનો અવાજ જે રાહુલની નેતાગીરી સામે ઉઠાવતો હતો તે સાવ બોદો થઈ જશે તેમ મનાય છે. તેમા પણ મમતા બેનરજી પોતે જ ચૂંટણીમાં હારી જતા એક સમયે જેને ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતી હતી તેનું પોતાનું રાજકીય અસ્તિત્વ જ ખતમ થવાના આરે આવીને ઊભું છે. હવે તે ઇન્ડિયા બ્લોકમાં રાહુલ ગાંધીને કઈ રીતે પડકારી શકશે. એક પછી એક રાજ્યોમાં કોંગ્રેસના પરાજય પર હસતી ટીએમસીએ હવે પોતે પણ પરાજય સહન કરવાનો વારો આવ્યો છે. આ પરાજય પણ પાછી સજ્જડ પરાજય છે. ટીએમસીના પરાજયની સાથે ઈન્ડિયા બ્લોકમાંથી કેન્દ્રીય સત્તા સામે સતત બોલતો એક અવાજ હવે ચોક્કસપણે મંદ પડી જવાનો છે.
તેના પરિણામે ઇન્ડિયા બ્લોકની અંદર કોંગ્રેસ વધારે મજબૂત થઈ છે. રાહુલની નેતાગીરી સામે અવાજ ઉઠાવનારા બધા જ પ્રાદેશિક પક્ષો હાલમાં બેહાલ થઈ ગયા છે. આ જ રીતે કેરળમાં કોંગ્રેસે ડાબેરીઓનો ગઢ ઉખેડી નાખ્યો છે. આખા દેશમાં ડાબેરીઓનો સૂર્યાસ્ત થઈ ગયો છે. બીજી બાજુએ તમિલનાડુમાં કોંગ્રેસે નવા જપક્ષ અભિનેતા વિજયના ટીવીકે સાથેના જોડાણનો તેને ફાયદો મળી શકે છે. ટીવીકે સત્તાથી થોડે જ દૂર છે ત્યારે તેને કોંગ્રેસની મદદની જરૂર પડી શકે છે.
આમ કેરળમાં લાંબા સમય પછી કોંગ્રેસની ઘરવાપસી થઈ છે. તેથી ભવિષ્યમાં ભાજપ ઉત્તરમાં અને કોંગ્રેસ દક્ષિણમાં હોય તેવી સ્થિતિ સર્જાય તો આヘર્ય ન થવું જોઈએ.
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
