તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભારતે ગરીબી નાબૂદીમાં મોટી ઉપલબ્ધીઃ પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ
વિશ્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં અત્યંત ગરીબી દર જે ૨૦૧૧ માં ૨૭.૧ ટકા હતો, તે ૨૦૨૩ માં ઘટીને ૨.૬ ટકા થઈ ગયો છે

નવી દિલ્હી તા.૧૩: ભારતે તેના ગરીબી નાબૂદી પ્રયાસોમાં મોટી સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનની સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ છે. તાજેતરના વિશ્વ બેંકના રિપોર્ટના આંકડાને ટાંકીને યુરોપિયન ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં ભારત અને પાકિસ્તાનની આર્થિક નીતિઓની તુલના કરી છે. આ લેખ અનુસાર જ્યારે ભારતે ગરીબી નાબૂદીને તેની આર્થિક નીતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય બનાવ્યો, ત્યારે પડોશી દેશ પાકિસ્તાને આ મુદ્દાને ગૌણ ચિતા તરીકે જુએ છે, જેનો ઉકેલ ઇસ્લામાબાદમાં વધુ શક્તિશાળી સંસ્થાકીય હિતો પુર્તિ થયા પછી જ સુલજાવી શકાશે.
લેખમાં જણાવાયું છે કે તેનું પરિણામ એ આવ્યુ કે જ્યાં ભારતે અત્યાર સુધી ગરીબીમાં સૌથી ઝડપી ઘટાડો હાંસલ કર્યો છે, ત્યારે પાકિસ્તાને વિપરીત પરિણામ પ્રાપ્ત કર્યું છે અને તેની નીતિને ઉલટાવી દીધી છે, જેનાથી તે દક્ષિણ એશિયાના મોટી અર્થવ્યવસ્થાઓમાં એકલું પડી ગયું છે.
આ રિપોર્ટમાં આ મહિને પ્રકાશિત થયેલા વિશ્વ બેંકના ૅગરીબી અને સમાનતા રિપોર્ટૅનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ ભારતમાં અતિ ગરીબી ૨૦૧૧ માં ૨૭.૧ ટકાથી ઘટીને ૨૦૨૩ માં ૨.૬ ટકા થઈ ગઈ છે, જેની દૈનિક આવક ૩ ડોલર છે, અને છેલ્લા ૧૨ વર્ષમાં આશરે ૪૯.૬ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. આ કોઇ સરકારના પોતાના દાવા નથી, પરંતુ એક સંસ્થાના અંદાજ છે જેનો આંકડો ઇસ્લામાબાદ પોતાના ફાયદા માટે ટાંકે છે.
રિપોર્ટમાં ભારતમાં ગરીબીમાં આ ઝડપી ઘટાડાનું કારણ રોજગારની તકોમાં વધારો, રોજગારમાં ગ્રામીણ મહિલાઓની ભાગીદારી અને સામાજિક કલ્યાણ યોજનાઓના વિસ્તરણને આભારી છે. રિપોર્ટ મુજબ, ૨૦૧૭ અને ૨૦૨૩ ની વચ્ચે ભારતમાં રોજગારમાં આશરે ૧૩.૪ કરોડનો વધારો થયો છે, જે તે જ સમયગાળા દરમિયાન કાર્યકારી વયની વસ્તીમાં થયેલા વધારા કરતા લગભગ બમણો છે. મોટાભાગની વસ્તી સુધી ખાદ્ય સહાયનો વિસ્તાર કરવામાં આવ્યો, અને આધાર ઓળખ અને સીધા બેંક ટ્રાન્સફર પર આધારિત વિતરણ પ્રણાલીએ વચેટિયાઓને દૂર કર્યા, જેનાથી ૨૦૨૪ સુધીમાં અંદાજિત રૂા.૩.૪૮ લાખ કરોડની હેરાફેરીને રોકી શકાઇ.
આ જ સમયગાળા દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ દિશામાં આગળ વધ્યું. વિશ્વ બેંકના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ૩ ડોલરની સીમા રેખા પર દેશની અત્યંત ગરીબી ૨૦૧૮-૧૯માં ૧૬.૫ ટકાથી વધીને ૨૦૨૪ સુધીમાં ૨૩.૦ ટકા થઈ ગઈ, જે ૬.૪ ટકાનો વધારો દર્શાવે છે. આ આશરે ૪૦ ટકાનો સાપેક્ષ વધારો દર્શાવે છે.
પાકિસ્તાનના યોજના મંત્રાલયનો રાષ્ટ્રીય ગરીબી દર ૨૧.૯ ટકાથી વધીને ૨૮.૯ ટકા થયો છે. આ સાથે અસમાનતામાં પણ વધારો થયો છે, જેમાં ગિની ગુણાંક ૨૮.૪ થી વધીને ૩૨.૭ થયો છે, જેનો અર્થ છે કે સૌથી ઓછી આવક ધરાવતા પરિવારો સૌથી વધુ પ્રભાવિત થયા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્વ બેંકના મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ક્ષેત્રમાં પાકિસ્તાનમાં આશરે ૪૮ ટકા અત્યંત ગરીબ લોકો છે, તેમ છતાં વિશ્વ બેંકની વસ્તીના ત્રીજા ભાગ કરતા પણ ઓછી વસ્તી છે, અને તેનો ગરીબી દર પ્રાદેશિક સરેરાશ કરતા આશરે ૧.૬ ગણો છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
