તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
૨૦૩૫ સુધીમાં ભારતનું પોતાનું અંતરિક્ષ મથક, વર્ષ ૨૦૪૦માં ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર ઉપર ઉતારવાનો મહાસંકલ્પ વડાપ્રધાન મોદીએ વિશ્વ સમક્ષ દોહરાવ્યો, નવી અંતરિક્ષ ક્રાંતિનું આહ્વાન
ભારતીય અંતરિક્ષ મથકનો પ્રથમ આધાર વિભાગ વર્ષ ૨૦૨૮ આસપાસ અવકાશમાં મોકલવાનો કાર્યક્રમ છે અને બાકીના વિભાગોને તબક્કાવાર જોડીને વર્ષ ૨૦૩૫ સુધી સંપૂર્ણ મથક તૈયાર કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી: ભારતે વર્ષ ૨૦૩૫ સુધી ભારતીય અંતરિક્ષ મથક તૈયાર કરવા અને વર્ષ ૨૦૪૦ સુધી ભારતીય અવકાશયાત્રીને ચંદ્ર ઉપર મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સંમેલનને સંબોધતાં ભારતના આગામી અવકાશ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સફળ ઉતરાણ, સૂર્યના અભ્યાસ અને અન્ય દેશોના ઉપગ્રહો છોડવા સહિત અનેક સિદ્ધિઓ મેળવી છે. હવે ગગનયાન, ચંદ્ર પરથી નમૂના પરત લાવવાના અભિયાન અને ભારતીય અંતરિક્ષ મથક માટે જરૂરી જોડાણ તથા જીવનસહાયક ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. ભારતીય અંતરિક્ષ મથકનો પ્રથમ આધાર વિભાગ વર્ષ ૨૦૨૮ આસપાસ અવકાશમાં મોકલવાનો કાર્યક્રમ છે અને બાકીના વિભાગોને તબક્કાવાર જોડીને વર્ષ ૨૦૩૫ સુધી સંપૂર્ણ મથક તૈયાર કરવાનું લક્ષ્ય છે. ચંદ્ર ઉપર માનવી મોકલવાનું વર્ષ ૨૦૪૦નું લક્ષ્ય અત્યંત પડકારજનક છે, પરંતુ તે ભારતના લાંબા ગાળાના સત્તાવાર અંતરિક્ષ કાર્યક્રમનો ભાગ છે
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
