તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ભારત આજે ડિજીટલ પેમેન્ટમાં વર્લ્ડ લીડર : નરેન્દ્રભાઇ
વિકસિત ભારતનું નિર્માણ આધ્યાત્મિકતા અને માનસિક સ્વાસ્થ્ય ધરાવતા યુવાનોના હાથે થશે : આર્ટ ઓફ લિવિંગના ૪પમાં સ્થાપના દિવસની ઉજવણી : નરેન્દ્રભાઇ મોદીજીએ ભારતને માંગનાર દેશમાંથી આપનાર દેશ બનાવ્યો : શ્રી શ્રી રવિશંકરજી

બેંગલુરુ : આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું, જ્યારે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે આર્ટ ઓફ લિવિંગના ૪૫ વર્ષ અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ૭૦મા જન્મદિવસની ઉજવણીમાં જોડાયા હતા.
પ્રધાનમંત્રીશ્રીએ આર્ટ ઓફ લિવિંગના બેંગલુરુ ખાતેના આંતરરાષ્ટ્રીય સેન્ટર પર વિશ્વના સૌથી વિશાળ ધ્યાન સમુદાયોમાંના એકનું પ્રતિનિધિત્વ કરતા ભવ્ય ૅધ્યાન મંદિરૅનું લોકાર્પણ કર્યું. આ વિશેષ ધ્યાન કેન્દ્ર વિશ્વભરના લાખો સાધકોને સામૂહિક ધ્યાન અને મંત્રોચ્ચાર દ્વારા આંતરિક શાંતિ અને નિરવતા અનુભવવાની તક આપશે.
ધ્યાન મંદિર અંગે પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું: ‘‘મને પૂર્ણ વિશ્વાસ છે કે આજે લોકાર્પિત થયેલું આ ધ્યાન મંદિર આવનારી પેઢીઓ માટે હજારો લોકો માટે શાંતિ અને સાંત્વના નું કેન્દ્ર બનશે.'' તેમજ સંસ્થાના છેલ્લા ૪૫ વર્ષના સેવાકાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું કે ‘‘જ્યારે સંકલ્પ સ્પષ્ટ હોય અને કાર્ય સેવા ભાવથી કરવામાં આવે, ત્યારે દરેક પ્રયાસ સફળ બને છે.''
ગુરુદેવને કળતજ્ઞતા અર્પણ કરતાં તેમને ગુરુદેવને ‘‘ભારતની શાશ્વત દાન પરંપરાનું જીવંત સ્વરૂપ - જ્ઞાન , શાંતિ, આશા અને સેવા આપનાર મહાન વ્યક્તિત્વ'' તરીકે વર્ણવ્યા.
એક હળવી ક્ષણ દરમિયાન -ધાનમંત્રીશ્રીએ ગુરુદેવને સંબોધતા કહ્યું ‘‘હું આપનો જ છું અને આજે જ્યાં છું તે પણ આપના કારણે જ છું'', જેના પર ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું.
રાષ્ટ્ર નિર્માણમાં આધ્યાત્મિકતા અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું: ‘‘વિકસિત ભારત એવા યુવાનોના હાથે નિર્માણ પામશે, જે માનસિક રીતે શાંત, સામાજિક રીતે જવાબદાર અને સમાજ પ્રત્યે સંવેદનશીલ હોય. યોગ, ધ્યાન અને આધ્યાત્મિક સુખાકારીની આ યાત્રામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા છે.''
તેમણે ઉમેર્યું કે, ‘‘મને વિશ્વાસ છે કે સમાજ રાજકારણ અને સરકારોથી વધુ શક્તિશાળી છે. સરકાર ત્યારે જ સફળ બને છે જ્યારે સમાજ સક્રિય રીતે રાષ્ટ્ર નિર્માણમાં જોડાય.''
ભારતના ઝડપી વિકાસ અને યુવાનોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું: ‘‘ભારત આજે ડિજિટલ પેમેન્ટમાં વર્લ્ડ લીડર છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આ સિદ્ધિઓ પાછળ આપણા યુવાનોની શક્તિ અને આર્ટ ઓફ લિવિંગ જેવી સંસ્થાઓનું માર્ગદર્શન છે.''
પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરતાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ છેલ્લા વર્ષોમાં ભારતે કરેલી પ્રગતિ અને વધેલા આત્મવિશ્વાસ અંગે ઉષ્માભેર સંબોધન કર્યું.
આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું: ‘‘તમે દેશમાં અને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. આજે ભારતમાતા અને ભારતના લોકો ગૌરવ સાથે આગળ વધી રહ્યા છે કારણ કે તમે ભારતને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.''
તેમણે વધુમાં ઉમેર્યું: ‘‘એક સમયે વિદેશોમાં માનવામાં આવતું હતું કે ભારત આ રીતે આગળ વધી શકશે નહીં, પરંતુ તમે બધાને ખોટા સાબિત કર્યા. દસ વર્ષથી પણ ઓછા સમયમાં તમે ભારતને માંગનાર દેશમાંથી આપનાર દેશ બનાવ્યો.''
આર્ટ ઓફ લિવિંગની સ્થાપનાના પ્રારંભિક દિવસોને યાદ કરતાં ગુરુદેવે જણાવ્યું કે સંસ્થાની શરૂઆતથી જ વિવિધ વિચારધારાના લોકો એકત્ર થયા હતા. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી. એન. ભગવતી અને ન્યાયમૂર્તિ વી. આર. કળષ્ણ અય્યર સંસ્થાના પ્રથમ ટ્રસ્ટીઓમાં સામેલ હતા.
પ્રધાનમંત્રીશ્રીએ શિક્ષણ, યુવા અને મહિલા સશક્તિકરણ, વળક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, આદિવાસી કલ્યાણ, આરોગ્ય, જેલ સુધારણા અને ડિજિટલ સાક્ષરતા જેવા ક્ષેત્રોને આવરી લેતી નવ રાષ્ટ્રીય સેવા પહેલોનો પ્રારંભ કર્યો.
આર્ટ ઓફ લિવિંગના ‘મિશન ગ્રીન અર્થ' હેઠળ છેલ્લા એક વર્ષમાં ૧૯ રાજ્યો અને ૧૨૧ જિલ્લાઓમાં ૯૦ લાખથી વધુ વળક્ષો વાવવામાં આવ્યા છે. હવે ૪૫ લાખ મોરિંગા છોડ અને ૧૭,૫૦૦ પંચવટી સમૂહો (કુલ ૮૭,૫૦૦ પવિત્ર વળક્ષો) વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સંસ્થાએ ૧૧ રાજ્યોમાં ૧૨ RuTAGe સ્માર્ટ વિલેજ સેન્ટર્સ શરૂ કર્યા છે. યુથ લીડરશિપ અને વુમન લીડરશિપ કાર્યક્રમો દ્વારા ૫૦,૦૦૦ યુવાનો અને મહિલાઓને નેતળત્વ તથા ટેક્રિકલ કૌશલ્યનું તાલીમ આપવામાં આવશે. શ્રી અભયમ પ્રોજેક્ટને વિસ્તારી ૪૫૦ ગામોને આવરી લેતા આદિવાસી કલ્યાણ અભિયાન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ‘ગ્રામ ડિજિટલ સેવક' પહેલ હેઠળ ગ્રામ્ય યુવાનોને ડિજિટલ સેવાઓ, ટેલિહેલ્થ અને સરકારી યોજનાઓ સુધી પહોંચ સુલભ કરાવવા માટે તાલીમ આપવામાં આવશે.
દેશના વિવિધ રાજ્યોમાં ૯ ટેલિમેડિસિન કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી અંતરિયાળ વિસ્તારોમાં નિષ્ણાત આરોગ્યસેવા ઉપલબ્ધ બને.
જેલ સુધારણા કાર્યક્રમો અંતર્ગત ૫૫૦ જેલોમાં ૧,૦૦૦ કાર્યક્રમો દ્વારા લગભગ ૬૦,૦૦૦ કેદીઓ અને સ્ટાફને ટ્રોમા રિલીફ અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે.
આર્ટ ઓફ લિવિંગનું નિઃશુલ્ક શિક્ષણ નેટવર્ક હાલમાં ૨૨ રાજ્યોમાં ૧,૩૫૬ શાળાઓ મારફતે ૧.૨ લાખથી વધુ બાળકો સુધી પહોંચે છે. હવે તેને ૨,૦૦૦ શાળાઓ સુધી વિસ્તળત કરવામાં આવશે.
મહિલા સશક્તિકરણ પહેલો દ્વારા અત્યાર સુધી ૬ લાખથી વધુ મહિલાઓ અને કિશોરીઓ લાભાન્વિત થઈ છે. હવે આ પહેલને ૧૦ લાખ મહિલાઓ અને કિશોરીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મહિના ભર ચાલનારી આ ઉજવણીમાં ૧૮૨ દેશોમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. તેમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલો, સાંસદો, ઉદ્યોગપતિઓ, વહીવટી અધિકારીઓ, ખેડૂતો, જેલ સુધારણા કાર્યક્રમથી પરિવર્તિત થયેલા પૂર્વ કેદીઓ તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો .
ચાર દાયકાથી વધુ સમયગાળામાં આર્ટ ઓફ લિવિંગ શ્વાસ, ધ્યાન, શિક્ષણ અને સેવા દ્વારા ૧૮૨ દેશોમાં એક અબજથી વધુ લોકોના જીવનને સ્પર્શનાર વિશ્વના સૌથી મોટા સ્વયંસેવક આધારિત માનવતાવાદી આંદોલનોમાંનું એક બની ગયું છે. આજનો કાર્યક્રમ એક શક્તિશાળી સંદેશ લઈને આવ્યો - શાંત મન, કરુણાસભર સમાજ અને સ્વસ્થ પળથ્વીનું સ્વપ્ન માત્ર શકય જ નહીં, પરંતુ સાકાર થઈ રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વચ્ચેની આ આત્મીય મુલાકાતે હળવાશ, ઉષ્મા અને સશક્ત ભારત નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
