તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રક્ષાબંધન પૂર્વે ઈન્ડિયા પોસ્ટની મોટી ભેટ: હવે માત્ર ૨૪ થી ૪૮ કલાકમાં પહોંચશે તમારી રાખડી! દેશના ૬ મોટા શહેરોમાં સુપરફાસ્ટ 'એક્સપ્રેસ સ્પીડ પોસ્ટ' સેવા શરૂ
૧લી ઓગસ્ટથી નિયમોમાં મોટો ફેરફાર: ૫૦૦ ગ્રામ સુધીની રાખડી અને જરૂરી દસ્તાવેજો હવે 'ડોક્યુમેન્ટ' કેટેગરીમાં ગણાશે, દિલથી મોકલેલી રાખડી સમયસર ભાઈના કાંડા પર શોભશે

રાજકોટ : આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવાર અગાઉ દૂર-સુદૂર વસતા ભાઈ-બહેનો માટે ભારતીય ટપાલ વિભાગ (India Post) તરફથી અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. હવે સ્પીડ પોસ્ટ મારફતે રાખડી મોકલવી પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને સુવિધાનજક બની ગઈ છે.
ઈન્ડિયા પોસ્ટ દ્વારા દેશના છ મુખ્ય મહાનગરો વચ્ચે ૨૪ થી ૪૮ કલાકની ખાસ 'એક્સપ્રેસ સ્પીડ પોસ્ટ સર્વિસ' શરૂ કરવામાં આવી છે. આ નવી સર્વિસ હેઠળ તહેવારોની મોસમમાં રાખડી તેમજ અતિ મહત્વના દસ્તાવેજો ખુબ જ ઓછા સમયમાં સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે. હાલમાં આ સુપરફાસ્ટ એક્સપ્રેસ સેવા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લુરુ અને હૈદરાબાદ જેવા મહાનગરો વચ્ચે કાર્યરત કરી દેવામાં આવી છે.
૫૦૦ ગ્રામ સુધીની રાખડી હવે 'ડોક્યુમેન્ટ' કેટેગરીમાં
ભારતીય ટપાલ વિભાગે ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી લાગુ થતા નવા નિયમો અંતર્ગત સ્પીડ પોસ્ટમાં ડોક્યુમેન્ટ અને પાર્સલની કેટેગરી સ્પષ્ટપણે અલગ કરી દીધી છે. નવા પરિપત્ર મુજબ, ૫૦૦ ગ્રામ સુધીના નોન-કોમર્શિયલ (બિન-વ્યવસાયિક) રાખડી ધરાવતા પરબિડીયાં, નાના પેકેટ્સ અને ગ્રીટિંગ કાર્ડ્સને હવે 'ડોક્યુમેન્ટ' (Document) કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રાહકોને રાખડી મોકલવામાં આર્થિક રાહત અને સ્પષ્ટતા મળશે.
કઈ વસ્તુઓને મળ્યો 'ડોક્યુમેન્ટ'નો દરજ્જો?
નવા નિયમો મુજબ નીચે દર્શાવેલ સરકારી તથા અંગત કાગળોને ડોક્યુમેન્ટ કેટેગરી હેઠળ મોકલી શકાશે:
• પાન કાર્ડ (PAN Card)
• આધાર કાર્ડ / UIDAI ઓળખ કાર્ડ
• મતદાર ઓળખપત્ર (Voter ID)
• ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License)
• પાસપોર્ટ (Passport)
• બેંક પાસબુક અને ચેકબુક
• બેંક સ્ટેટમેન્ટ
• ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ
• વીમા દસ્તાવેજો (Insurance Documents)
પાર્સલ કેટેગરીમાં શું ગણાશે?
જે ગ્રાહકો રાખડીની સાથે કપડાં, મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, સ્વીટ્સ અથવા અન્ય ભેટ-સોગાદો મોકલવા ઈચ્છતા હોય, તો તે તમામ વસ્તુઓને 'પાર્સલ' (Parcel) તરીકે વર્ગીકૃત કરવામાં આવશે અને તેના પર પાર્સલના નિયમો તેમજ ચાર્જ લાગુ થશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
