તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ભારતે પોતાનો 'કૃત્રિમ સૂર્ય' બનાવવા તરફ ભર્યું ભગીરથ પગલું: ગાંધીનગર સ્થિત પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોને મળી ઐતિહાસિક સફળતા, અખૂટ ઊર્જાનો નવો સ્ત્રોત મળશે
ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ (IPR) ના SST-1 ટોકામેકમાં સફળતાપૂર્વક સક્રિય કરાયું 82.6 GHz ગાયરોટ્રોન; અત્યંત ઊંચા તાપમાને પ્લાઝ્માને ગરમ રાખી પરમાણુ ફ્યુઝન ક્ષેત્રે ચીનને પણ આપશે ટક્કર

ગાંધીનગર : અંતરિક્ષ અને સંરક્ષણ ક્ષેત્રે ઈતિહાસ રચ્યા બાદ હવે ભારત ઉર્જા ક્ષેત્રે પણ એક નવો સૂર્યોદય કરવા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વ જ્યારે ભવિષ્યમાં સ્વચ્છ અને અખૂટ ઊર્જાના સ્ત્રોત શોધી રહ્યું છે, ત્યારે ભારતીય વૈજ્ઞાનિકોએ સૂર્યની જેમ 'ન્યુક્લિયર ફ્યુઝન' (Nuclear Fusion) પ્રક્રિયા દ્વારા પૃથ્વી પર જ અમર્યાદિત ઉર્જા ઉત્પન્ન કરવા તરફ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાતના ગાંધીનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ 'ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝ્મા રિસર્ચ' (IPR) ની પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકોએ ભારતનો પોતાનો 'કૃત્રિમ સૂર્ય' (Artificial Sun) બનાવવાની દિશામાં માઇલસ્ટોન સિદ્ધિ મેળવી છે.
સૂર્ય જે પ્રક્રિયાથી પ્રકાશ અને અથાક ઊર્જા આપે છે તે 'પરમાણુ ફ્યુઝન' ને પૃથ્વી પર પુનર્જીવિત કરવામાં સૌથી મોટો પડકાર અત્યંત ઊંચા તાપમાને પ્લાઝ્મા (Plasma) ને સતત અને લાંબા સમય સુધી ગરમ અને સ્થિર રાખવાનો છે. ગાંધીનગર સ્થિત પ્રયોગશાળામાં ભારતીય વૈજ્ઞાનિકોએ SST-1 (Steady State Superconducting Tokamak) મશીનમાં એક શક્તિશાળી 82.6 GHz ગાયરોટ્રોન (Gyrotron) સફળતાપૂર્વક સક્રિય કર્યું છે. આ ઉચ્ચ-આવર્તન માઇક્રોવેવ ઊર્જા ટેકનોલોજીની મદદથી હવે પ્લાઝ્માને અત્યંત ઊંચા તાપમાને લાંબા સમય સુધી જાળવી શકાશે, જે આ પ્રયોગનો સૌથી જટિલ તબક્કો હતો.
તાજેતરમાં જ ચીને કૃત્રિમ સૂર્ય માટે સુપરકન્ડક્ટિંગ ચુંબક બનાવીને દાવો કર્યો હતો, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોની આ સફળતા દર્શાવે છે કે ભારત પણ આ વૈશ્વિક રેસમાં જરાય પાછળ નથી. જો આ ટેકનોલોજી સંપૂર્ણપણે સફળ થશે, તો ભારત પાસે ભવિષ્યમાં ક્યારેય ખૂટે નહીં તેવી અને પર્યાવરણને કોઈ નુકસાન ન પહોંચાડતી 'ક્લીન એનર્જી' નો અમાપ ભંડાર હશે.
SST-1 એ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઈન અને વિકસાવવામાં આવેલું સુપરકન્ડક્ટિંગ મશીન છે. ગાયરોટ્રોનના સફળ ઉપયોગ બાદ હવે ભારતીય વૈજ્ઞાનિકો સૂર્ય જેવી ઉર્જા ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવાના ધ્યેયની ખૂબ જ નજીક પહોંચી ગયા છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
