<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

UNમાં ભારતે પાકિસ્‍તાનને ધોય નાખ્‍યું: પાકિસ્‍તાન આતંકનું કારખાનું અને નરસંહારનું ગુનેગાર

પી.હરીશે સરહદ પારની હિંસા મુદ્દે પાકિસ્‍તાનની નૈતિકતા પર ઉઠાવ્‍યા ગંભીર સવાલોઃ જે પોતાના નાગરિકો પર બોમ્‍બ ફેંકે, તેને બીજા પર બોલવાનો કોઈ હક નથી આતંકવાદના આશ્રયદાતા પાકિસ્‍તાનને ભારતે અફઘાનિસ્‍તાનમાં થયેલા હવાઈ હુમલા અને ૧૯૭૧ના નરસંહારના પુરાવા આપી વિશ્વ મંચ પર ખુલ્લું પાડયું

ન્‍યુયોર્ક, તા.૨૧: સંયુક્‍ત રાષ્‍ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્‍તાનને અરીસો બતાવતા સ્‍પષ્ટ શબ્‍દોમાં સંભળાવ્‍યું કે નરસંહાર અને હિંસાનો લોહિયાળ ઈતિહાસ ધરાવતા દેશને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. શ્‍ફખ્‍પ્‍ખ્‍ના રિપોર્ટને ટાંકીને ભારતે ખુલાસો કર્યો કે ૨૦૨૬ના પ્રારંભિક મહિનાઓમાં પાકિસ્‍તાની સેનાના હવાઈ હુમલામાં અફઘાનિસ્‍તાનમાં ૭૫૦ નિર્દોષ નાગરિકો ભોગ બન્‍યા છે. તમે તમારા પોતાના લોકો પર બોમ્‍બમારો કરો છો તેવા આકરા કટાક્ષ સાથે ભારતે પાકિસ્‍તાનની આતંકવાદી માનસિકતાને વૈશ્વિક સ્‍તરે ખુલ્લી પાડી છે.

ભારતે ૧૯૭૧ના ઓપરેશન સર્ચલાઇટનો ઉલ્લેખ કરી પાકિસ્‍તાનને તેના પાપ યાદ અપાવ્‍યા હતા, જેમાં લાખો લોકોનો નરસંહાર અને હજારો મહિલાઓ પર અત્‍યાચાર ગુજારવામાં આવ્‍યો હતો. યુએનમાં ભારતે ભારપૂર્વક જણાવ્‍યું કે પાકિસ્‍તાન પોતાની આંતરિક નિષ્‍ફળતાઓ અને આર્થિક પાયમાલી પરથી ધ્‍યાન હટાવવા માટે સતત ભારત વિરોધી પ્રચાર અને સરહદ પાર આતંકવાદનો સહારો લઈ રહ્યું છે. ભારત દાયકાઓથી આ પ્રાયોજિત આતંકવાદનો ભોગ બન્‍યું છે અને હવે સમય પાકી ગયો છે કે આતંકવાદીઓને આશ્રય આપતા દેશોને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે જવાબદાર ઠેરવવામાં આવે.

સીમાપાર આતંકવાદને પ્રાદેશિક શાંતિ માટે સૌથી મોટો ખતરો ગણાવતા ભારતે વિશ્વ સમુદાયને કડક સંદેશ આપ્‍યો છે કે નાગરિકો પરના હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. ભારતે સ્‍પષ્ટ કર્યું કે પાકિસ્‍તાન દ્વારા કરવામાં આવતી હિંસાને કારણે ૯૪,૦૦૦થી વધુ લોકો વિસ્‍થાપિત થયા છે, જે માનવતા વિરુદ્ધનો અપરાધ છે. આકરી ફટકાર લગાવતા ભારતે પાકિસ્‍તાનને પ્રોપગેન્‍ડા છોડીને પોતાના દેશની કથળતી સ્‍થિતિ સુધારવા અને આતંકવાદનું ફેક્‍ટરી બંધ કરવા ચેતવણી આપી છે

(12:37 PM IST)