<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ફ્રાન્‍સમાં ભારતીય એક્‍ટ્રેસનો ઘૂંઘટ વિરોધ બન્‍યો ચર્ચાસ્‍પદ

રાજસ્‍થાનની પરંપરાઓ અને સંસ્કૃતિથી પ્રેરિત તેનો પોશાક સોશ્‍યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો : રુચિ ગુજ્જરે ગયા વર્ષે કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં વડાપ્રધાન મોદીની તસવીરવાળો ગળાનો હાર પહેર્યો હતોઃ આ હાર પહેર્યા પછી તે વાઇરલ થઈ હતી

પેરિસ, તા.૨૦: ફ્રાન્‍સના વિશ્વવિખ્‍યાત કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં બૉલીવુડની રાજસ્‍થાની ઍક્‍ટ્રેસ રુચિ ગુજ્જરે પોતાના ભારતીય પોશાકથી બધાનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. આટલા મોટા સ્‍ટેજ પર તે ઘાઘરાચોલી અને ઘૂંઘટ ધરાવતો ડ્રેસ પહેરીને રેડ કાર્પેટ પર પહોંચી હતી. રાજસ્‍થાનની પરંપરાઓ અને સંસ્‍કળતિથી પ્રેરિત તેનો પોશાક સોશ્‍યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો છે.

ગુલાબી ઘાઘરાચોલી અને ઘૂંઘટના અદભુત દેખાવ સાથે રુચિએ મહિલાઓની સ્‍વતંત્રતા, ઓળખ અને સામાજિક પરિવર્તન માટે પોતાનો અવાજ ઉઠાવ્‍યો છે. આ દેખાવ દ્વારા રુચિ ગુજ્જરે ઘૂંઘટની પ્રથા સામે પોતાનો અવાજ ઉઠાવ્‍યો છે અને રાજસ્‍થાનની હસ્‍તકલા અને સંસ્‍કળતિની પણ ઉજવણી કરી છે.

કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલના મંચ પરથી રુચિએ એક ખાસ સંદેશ આપતાં કહ્યું હતું કે ‘મેં ચૂપ રહેવા માટે ઘૂંઘટ નથી પહેર્યો. મેં વિરોધ તરીકે એ પહેર્યો હતો. એક મહિલાની ઓળખ છુપાવીને તેનું સન્‍માન મેળવી શકાતું નથી. જો મારું ચાલવું એક પણ મહિલાનું જીવન બદલી શકે છે તો મારો હેતુ સફળ થશે.'

રુચિ ગુજ્જરે ગયા વર્ષે કાન ફિલ્‍મ ફેસ્‍ટિવલમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની તસવીરવાળો ગળાનો હાર પહેર્યો હતો. આ હાર પહેર્યા પછી તે વાઇરલ થઈ હતી.

(10:57 AM IST)