<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

અમેરિકામાં ભારતીય -અમેરિકન અને ગૂગલની કર્મચારી શીતલ વ્રજેશિયનની તેના પતિ દ્વારા ગોળી મારીને હત્યા:પતિની ધરપકડ

લોરેલ ક્રીક ટ્રેલ પર આવેલા આ દંપતીના ઘરે થયેલી ગોળીબારની ઘટનામાં શીતલનો પુત્ર જેસન પણ ઈજાગ્રસ્ત થયો

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યની કોબ કાઉન્ટીમાં ભારતીય-અમેરિકન અને ગૂગલની કર્મચારી શીતલ વ્રજેશિયનની તેના પતિ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. લોરેલ ક્રીક ટ્રેલ પર આવેલા આ દંપતીના ઘરે થયેલી ગોળીબારની ઘટનામાં શીતલનો પુત્ર જેસન પણ ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે આરોપી પતિ કિર્ક બી. વ્રજેશિયનની એટલાન્ટા નજીક કોબ કાઉન્ટીમાં આવેલા તેમના ઘરેથી ધરપકડ કરી છે. કિર્કને હાલ કોબ કાઉન્ટી એડલ્ટ ડિટન્શન સેન્ટરમાં જામીન વિના કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

કોબ કાઉન્ટી પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, અધિકારીઓને સાંજે 8 વાગ્યાની આસપાસ ગોળીબારની જાણકારી મળી હતી. ઘટનાસ્થળે પહોંચતા પોલીસને ઘરમાં 57 વર્ષીય શીતલ વ્રજેશિયન મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેને ઘણી ગોળીઓ વાગી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઘરેલું વિવાદ દરમિયાન કિર્કે તેની પત્નીની હત્યા કરી હતી. શીતલ ગૂગલમાં સિનિયર એન્જિનિયર તરીકે કાર્યરત હતા.

મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે આ ઘટના બની હતી. ઘરની બહાર દંપતીનો પુત્ર જેસન વ્રજેશિયન ગોળી વાગવાથી ઘાયલ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસે સ્થળ પરથી જ કિર્ક વ્રજેશિયનની ધરપકડ કરી લીધી હતી. તેના પર હત્યા, ગંભીર મારપીટ અને ગુના દરમિયાન હથિયાર રાખવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. જોકે, આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ તપાસનો વિષય છે.

શીતલ વ્રજેશિયન ગૂગલમાં એન્જિનિયરિંગ લીડર હતા અને તેમને ટેકનોલૉજી સેક્ટરમાં 20 વર્ષથી વધુનો અનુભવ હતો. ગૂગલ પહેલાં તેમણે 'હોમ ડિપો'માં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેનો ઉછેર ઈંગ્લેન્ડ, ભારત અને ઘાનામાં થયો હતો અને તેણે વર્ષ-1994માં જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલૉજીમાંથી કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી મેળવી હતી. તે STEM ક્ષેત્રમાં કારકિર્દી બનાવતી મહિલાઓ માટે એક પ્રેરણાદાયી માર્ગદર્શક હતા.

(5:56 PM IST)