તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
ઓમાનમાં ભારતીય કાર્ગો જહાજ પર હવાઈ હુમલોઃ ગુજરાતના નાવિકનું મોત
૧૩ને સુરક્ષિત બચાવ્યાઃ વિદેશ મંત્રાલય લાલઘૂમ : કેન્દ્રીય મંત્રાલય અને ભારતીય દૂતાવાસ દ્વારા મળતદેહને સ્વદેશ લાવવા તથા બચેલા નાવિકોની મદદ માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ

મસ્કત, તા.૩: ઓમાનના દરિયાકાંઠે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ પર થયેલા રહસ્યમય હવાઈ હુમલામાં ગુજરાતના એક નાવિકનું કરુણ મોત નીપજ્યું છે. આ ગંભીર ઘટનામાં જહાજ પર સવાર અન્ય ૧૩ ભારતીય નાવિકોને ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા સમયસર બચાવી લેવામાં આવ્યા છે. હજારો કિલોમીટર દૂર દરિયાની વચ્ચે ભારતીય જહાજને કોણે અને કયા હેતુસર નિશાન બનાવ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ આ આકસ્મિક હુમલાને કારણે દરિયાઈ સુરક્ષા અને નાવિકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
જ્યારે કાર્ગો જહાજ ઓમાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક જ કોઈ અજાણી મિસાઈલ કે ડ્રોન હુમલાની આશંકા સાથે જહાજ ટકરાતા અફડા તફડી મચી ગઈ હતી. આ અચાનક થયેલા હુમલામાં જહાજમાં સવાર ગુજરાતના રહેવાસી એવા નાવિક ગંધાર નાહિમ અજિજ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર મળે તે પહેલા જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમના વતન અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓમાન કોસ્ટ ગાર્ડે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરી જહાજ પર ફસાયેલા બાકીના ૧૩ નાવિકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. કેન્દ્રીય બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ દુર્ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ કરતા મળતક નાવિકના પરિવાર પ્રત્યે ઊંડા સંવેદના વ્યક્ત કરી છે. હાલમાં ભારત સરકારનું જહાજ પરિવહન મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સતત સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે. સુરક્ષિત બચેલા તમામ ૧૩ નાવિકોને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેમજ મળતક નાવિકના પાર્થિવ દેહ અને અન્ય નાવિકોને સત્વરે ભારત પરત લાવવા માટેની સઘન વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
