News of Tuesday, 26th May 2026
ભારતીય કંપનીઓ એરટેલ,એચડીએફસી તથા ટીસીએસ ટોચની ૧૦૦ બ્રાન્ડમાં સામેલ
એપલનો નંબર-૧, બ્રાન્ડનો તાજ છીનવાયોઃ ગુગલે મેળવ્યું ટોપનું સ્થાન

નવી દિલ્હીઃ ૨૦૨૬નું વર્ષ બ્રાન્ડ માર્કેટ માટે ઐતિહાસિક બની ગયું છે. વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડ્સનું કુલ મૂલ્ય $૧૩ ટ્રિલિયન અથવા રૂા. ૧,૨૪૪,૦૦,૦૦૦ કરોડને વટાવી ગયું છે. આમાં ૨૨% નો વધારો થયો છે, પરંતુ પ્રગતિ એકસમાન નહોતી. AI તરંગ પર સવાર બ્રાન્ડ્સે રેકોર્ડ તોડી નાખ્યા, પરંતુ ટોચના ૫ માં મોટી ઉથલપાથલ થઈ. ગૂગલે એપલ પાસેથી તાજ છીનવી લીધો, જે ચાર વર્ષથી નંબર વન સ્થાન પર હતું. ગૂગલનું બ્રાન્ડ મૂલ્ય ૫૭% વધ્યું, જયારે એપલનું માત્ર ૬% વધ્યું. ભારતીય કંપની TCS નું બ્રાન્ડ મૂલ્ય ખરેખર ૪૩% ઘટ્યું.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
