તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
રિઝર્વ બેન્ક વ્યાજદર વધારશે તેવી શક્યતા વચ્ચે ભારતીય કંપનીઓમાં ધિરાણ મેળવવાની દોડ : રૂ. ૨૫ હજાર કરોડના બોન્ડ વેચવાની તૈયારી
નવેમ્બરમાં અત્યાર સુધી કંપનીઓ ખાનગી બોન્ડ પ્લેસમેન્ટ મારફતે આશરે રૂ. ૯૦,૦૦૦ કરોડ એકત્ર કરી ચૂકી છે.

મુંબઈ : ભારતીય રિઝર્વ બેન્કની આગામી નાણાકીય નીતિની બેઠક પહેલાં દેશની મોટી કંપનીઓ ઓછા વ્યાજે ભંડોળ એકત્ર કરવા સક્રિય બની છે.
વિવિધ કંપનીઓ ઓછામાં ઓછા રૂ. ૨૫,૦૦૦ કરોડના બોન્ડ વેચવાની તૈયારી કરી રહી હોવાનું નાણાકીય બજારના જાણકારોએ જણાવ્યું છે.
ડિસેમ્બરની ચોથી તારીખે રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરી શકે છે તેવી આગાહી છે, જોકે કેટલાક નિષ્ણાતો ૦.૫૦ ટકાના વધારાની શક્યતા દર્શાવે છે.
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, સિડબી, જિયો ક્રેડિટ, એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ અને ટોરેન્ટ પાવર જેવી સંસ્થાઓ સંભવિત બોન્ડ જારી કરનારાઓમાં સામેલ છે.
નવેમ્બરમાં અત્યાર સુધી કંપનીઓ ખાનગી બોન્ડ પ્લેસમેન્ટ મારફતે આશરે રૂ. ૯૦,૦૦૦ કરોડ એકત્ર કરી ચૂકી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
