તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Thursday, 29th October 2026
ભારતીય અર્થતંત્રમાં તેજીની છલાંગ: બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.35% રહેવાનો નાણા મંત્રાલયનો મજબૂત અંદાજ!
ઓક્ટોબર આર્થિક સમીક્ષામાં ધમધમતા સંકેતો: GST કલેક્શનમાં 15% અને વાહનોના વેચાણમાં 25%નો ઉછાળો : સ્થાનિક માંગ અને ઔદ્યોગિક ઉત્સાહે અર્થતંત્રને આપી નવી ઉર્જા

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર (બીજા ક્વાર્ટર) દરમિયાન ભારતીય અર્થતંત્ર અપેક્ષા કરતાં પણ વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. નાણા મંત્રાલયની તાજેતરની 'ઓક્ટોબર માસિક આર્થિક સમીક્ષા' અનુસાર, મંત્રાલયના અદ્યતન નાવકાસ્ટિંગ મોડેલના આધારે આ બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.35% નોંધાય તેવી પ્રબળ શક્યતા છે. અગાઉના પ્રથમ ક્વાર્ટરમાં નોંધાયેલા 7.8%ના શાનદાર વિકાસ દર પછી અર્થતંત્રમાં જળવાઈ રહેલી આ સાતત્યપૂર્ણ તેજી દેશમાં મજબૂત સ્થાનિક માગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વિજય દર્શાવે છે.
મંત્રાલયના અહેવાલ મુજબ, દેશના અર્થતંત્રની ગતિવિધિ દર્શાવતા હાઇ-ફ્રીક્વન્સી સૂચકાંકોમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે. બીજા ક્વાર્ટર દરમિયાન કુલ જીએસટી (GST) સંગ્રહમાં વાર્ષિક ધોરણે આશરે 15%નો જંગી વધારો નોંધાયો છે, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 8.4% હતો. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વધેલી માગને કારણે ઓટોમોબાઈલ વેચાણમાં પણ વાર્ષિક 25%નો તગડો ઉછાળો જોવા મળ્યો છે. વીજળી વપરાશ, બંદર ટ્રાફિક અને ઉત્પાદન ક્ષેત્રે પચેલા ઊંચા ગ્રોથના આંકડાઓ દર્શાવે છે કે તહેવારોની મોસમ પહેલા જ ભારતીય બજારો સંપૂર્ણપણે ધમધમી રહ્યા છે.
જોકે, નાણા મંત્રાલયે વૈશ્વિક સ્તરે ઉદ્ભવતા આર્થિક જોખમો સામે સાવચેતી પણ વ્યક્ત કરી છે. મધ્ય પૂર્વના ભૂ-રાજકીય તણાવ, કૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં અસ્થિરતા અને વૈશ્વિક ફુગાવાના દબાણ ભારતના વિકાસ દર પર આંશિક અસર કરી શકે છે. આમ છતાં, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (એ ભારતનો વાર્ષિક વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે વર્લ્ડ બેંક, OECD અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 7.1% ગ્રોથ રેટ રહેવાની આગાહી કરી છે. મજબૂત વિદેશી કમાણી અને પૂરતા ફોરેક્સ રિઝર્વને બળે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બની રહેવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
