<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ભારતીય મૂળના અરુણા મિલરેની મેરીલેન્‍ડમાં ઐતિહાસિક વાપસી

ગવર્નર વેસ મૂર સાથે મળીને રિપબ્‍લિકન પાર્ટીને ભોયભેગી કરી

વોશિંગ્‍ટન, તા.૪: યુનાઇટેડ સ્‍ટેટ્‍સની રાજનીતિમાં ભારતીય સમુદાયના વર્ચસ્‍વનો એક નવો અધ્‍યાય લખાયો છે. મેરીલેન્‍ડ રાજ્‍યના લેફ્‌ટનન્‍ટ ગવર્નર તરીકે ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક નેતા અરુણા મિલરે ભવ્‍ય વિજય મેળવીને પોતાની સીટ જાળવી રાખી છે. મુખ્‍ય ગવર્નર વેસ મૂર સાથેની તેમની સફળ જોડીએ રિપબ્‍લિકન ઉમેદવાર ડેન કોક્‍સ અને તેમના રનિંગ મેટ રોબ ક્રોપની જોડીને મોટા માર્જિનથી પરાજય આપ્‍યો છે. આ જીત સાથે મિલરે રાજ્‍ય કાર્યાલયમાં પોતાનો સળંગ બીજો કાર્યકાળ સુનિヘતિ કર્યો છે.

આ ચૂંટણી માત્ર બે પક્ષો વચ્‍ચેનો મુકાબલો નહોતી, પરંતુ અમેરિકામાં વસતા ઇમિગ્રન્‍ટ સમુદાય અને ભારતીય-અમેરિકનો માટે એક મોટો રાજકીય સંદેશ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અરુણા મિલરે ઇમિગ્રન્‍ટ્‍સ અને સ્‍થાનિક નાગરિકોને મતદાન મથક સુધી પહોંચવા માટે વિશેષ અપીલ કરી હતી. તેમણે ટ્રમ્‍પ-વાન્‍સ નીતિઓ સામે મજબૂત અવાજ ઉઠાવ્‍યો હતો અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાની સરકાર પ્રતિબદ્ધ હોવાનો વિશ્વાસ અપાવ્‍યો હતો.

આ ઐતિહાસિક પુનઃચૂંટણી બાદ અરુણા મિલરે પોતાના સમર્થકોનો આભાર માન્‍યો હતો. આ જીત યુએસ સ્‍ટેટ લીડરશિપમાં ભારતીય-અમેરિકન નેતળત્‍વની પકડ વધુ મજબૂત બનાવે છે. આગામી ચાર વર્ષમાં મેરીલેન્‍ડમાં રોજગારી, આર્થિક સમળદ્ધિ અને ઇમિગ્રન્‍ટ સશક્‍તિકરણની દિશામાં વધુ આક્રમક કામગીરી કરવાનો મિલર અને મૂર સરકારે સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો છે.

(3:36 PM IST)