તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
જોર્ડનમાં ઈરાની મિસાઈલ હુમલામાં શહીદ ભારતીય મૂળના મહિલા સૈન્ય અધિકારી: એંજેલા રામપ્રસાદને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ મહાનાયક જેવી અંતિમ વિદાય!
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી અંજલિ; ન્યૂયોર્કના ગવર્નરે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો, લોંગ આઇલેન્ડ ખાતે સેંકડો લોકોની હાજરીમાં લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા

ન્યૂયોર્ક : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ વચ્ચે જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય અડ્ડા પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક મિસાઈલ હુમલામાં ભારતીય મૂળના અમેરિકી સૈન્ય અધિકારી સ્ટાફ સાર્જેન્ટ એંજેલા રામપ્રસાદે શહાદત વહોરી હતી. આ વીર નારીને એક દેશપ્રેમી અને મહાનાયકની જેમ અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન અમેરિકી સૈન્યના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો, ન્યૂયોર્ક પોલીસનો કાફલો અને સેંકડો નાગરિકો તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રીએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ
અંતિમ યાત્રા પૂર્વે ૨૨ જુલાઈના રોજ એંજેલાનો પાર્થિવ દેહ જોર્ડનથી વિશેષ વિમાન મારફતે અમેરિકાના ડેવર એર ફોર્સ બેઝ પર લાવવામાં આવ્યો હતો. તે સમયે ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઉપસ્થિત રહીને શહીદ વીરાંગનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમ સંસ્કાર વખતે ભાવુક બનેલા માતા કેરોલ એસેવેડોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે "મારી દીકરી ખરા અર્થમાં દેશની નાયક હતી."
ન્યૂયોર્ક રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
માત્ર બે વર્ષની કુમળી વયે પોતાના પરિવાર સાથે ત્રિનિદાદથી અમેરિકા આવીને સ્થાયી થયેલી એન્જેલાએ અમેરિકી સેનામાં જોડાઈને નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે તેમની શહાદત અને સાહસને નમન કરતાં સમગ્ર ન્યૂયોર્ક રાજ્યમાં તમામ સરકારી ઝંડાઓને અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો. ગવર્નરે ઉમેર્યું હતું કે સાર્જેન્ટ રામપ્રસાદ જેવા બહાદુર નાગરિકોના નિસ્વાર્થ સમર્પણને કારણે જ દેશ સુરક્ષિત છે.
ન્યૂયોર્ક પોલીસે મોટરકાફલા સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું
ન્યૂયોર્ક શહેર અને રાજ્ય સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના અધિકારીઓની આગેવાની હેઠળ એક વિશાળ ગાર્ડ ઓફ ઓનર મોટર કાફલા સાથે તેમના પાર્થિવ દેહને ચર્ચમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ લોંગ આઇલેન્ડ પર આવેલા લશ્કરી કબ્રસ્તાનમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
