News of Tuesday, 14th July 2026
અમેરિકામાં ભારતીય મૂળ મહિલા-તેના દીકરાને શૂટ કરી દેવાયાં

એટલાન્ટા તા.૧૪: જ્યોર્જિયામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ઘરકંકાસને કારણે ભારતીય મૂળનાં મહિલા શીતલ વઝેશેન અને તેમના ૨૩ વર્ષીય દીકરાને શૂટ કરી દેવાયા છે, ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા શીતલનું મોત થયું છે જ્યારે તેમના દીકરાની હાલત ક્રિટિકલ છે.
શીતલ વઝેશેન અમેરિકામાં ટેક્રોલોજી સેક્ટરમાં ખાસ્સું જાણીતું નામ હતું અને તેમનો પરિવાર એટલાન્ટાની નજીક આવેલા લોરેલ ક્રીકમાં એક આલિશાન મકાનમાં રહેતો હતો. આ મામલામાં શીતલના પતિની ધરપકડ કરવામાં આવ્યા છે. શીતલ વઝેશેન ગૂગલમાં પણ કામ કરી ચૂક્યા છે અને ટેક્રોલોજીના સેક્ટરમાં તેમનું નામ ખૂબ જ મોટું ગણાતું હતું.
પોલીસને ઘરની અંદરથી શીતલનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે તેમનો દીકરો જીવ બચાવવા માટે લોહીલૂહાણ હાલતમાં ઘરની બહાર દોડી ગયો હતો. તેણે પાડોશીઓની મદદ માગ્યા બાદ તાત્કાલિક ૯૧૧ પર કોલ કરવામાં આવ્યો હતો.
જ્યોર્જિયાની કોબ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર ગત મંગળવારે એટલે કે જુલાઈ ૦૭ના રોજ સાંજે આઠ વાગ્યાની આસપાસ આ શૂટિગ થયું હતું અને આરોપી કર્ક બી. વઝેશેનની તે જ દિવસે ધરપકડ કરી લેવાઈ હતી.
શીતલના પતિ પર ફેલોની મર્ડર ઉપરાંત હિસક હુમલા અને ગુનાના સમયે હથિયારનો ઉપયોગ કરવા બદલ ચાર્જિસ લગાવાયા છે. હાલ તેને કોબ કાઉન્ટીની જેલમાં રાખવામાં આવ્યો છે અને કોર્ટે તેને જેલમાથી છોડવાનો પણ ઈનકાર કરી દીધો છે.
પોલીસનું માનવું છે કે આ મામલો ડોમેસ્ટિક વાયલન્સનો હતો, મતલબ કે ઘરકંકાસમાં આરોપી કર્કે શૂટિગ કર્યું હતું જેમાં તેની પત્નીનું મોત થયું હતું જ્યારે ૨૪ વર્ષીય દીકરો જેસન હાલ ક્રિટિકલ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી ત્યારે કોઈ ઘર્ષણ વિના જ તેને કસ્ટડીમાં લઈ લેવાયો હતો.
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફાયરિગ થયું હોવાનો અવાજ સંભળાયા બાદ મૃતક મહિલાનો દીકરો લોહીલૂહાણ હાલતમાં ઘરની બહાર દોડી આવ્યો હતો. તેને પીઠમાં ગોળી વાગી હતી. તે પાડોશના એક ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો પરંતુ ત્યારે કોઈએ દરવાજો નહોતો ખોલ્યો.
ત્યારબાદ તે બીજા ઘરમાં પહોંચ્યો હતો જ્યાં તેને અંદર આવવા દેવાયો હતો અને મેડિકલ ટીમ સ્પોટ પર ના પહોંચી ત્યાં સુધીમાં તેનું બ્લિડિગ અટકાવવા માટે પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. ૨૩ વર્ષીય જેસનને પોતાના ઘરમાં આશરો આપનારા તેના પાડોશીએ જણાવ્યું હતું કે તે સાંજે આઠેક વાગ્યે ઘરે પહોંચ્યો હતો અને ત્યારે તેના પેરેન્ટ્સ વચ્ચે જોરદાર ઝઘડો ચાલી રહ્યો હતો.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
