તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
વિશ્વના અબજોપતિની યાદીના ટોપ-૧૦માં ભારતીય આઉટ
અબજોપતિની યાદી પર અમેરિકન ટેકનોલોજી અને વૈશ્વિક જાયન્ટ્સના માલિકોનો એકચક્રી દબદબો : શેરબજારમાં વોલેટિલિટી અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીના કારણે ભારતીય દિગ્ગજોને મોટો આર્થિક ફટકો

ન્યુયોર્ક,તા.૧૦: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક સ્તરે ટોપ-૧૦ સૌથી ધનિક વ્યક્તિની ક્લબમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિ પોતાનું સ્થાન જાળવી શક્યા નથી. વિશ્વના અબજોપતિની આ યાદી પર અમેરિકન ટેકનોલોજી અને વૈશ્વિક જાયન્ટ્સના માલિકોનો એકચક્રી દબદબો જોવા મળી રહ્યો છે.
ટોપ-૧૦ અબજોપતિની યાદી અને તેમની અંદાજિત નેટવર્થ
૧. ઈલોન મસ્ક
કંપનીઃ ટેસ્લા, સ્પેસએક્સ, X
નેટવર્થઃ ૩૪૧ અબજ (આશરે રૂ.૨૮.૯૮ લાખ કરોડ)
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઈલોન મસ્ક પ્રથમ સ્થાને મજબૂત રીતે યથાવત છે. તાજેતરમાં તેમની સંપત્તિમાં રૂ.૩.૨૩ લાખ કરોડ ($૩૭.૫ અબજ)નો તોતિગ ઉછાળો નોંધાયો હતો અને તેઓ વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
૨. જેફ બેઝોસ
કંપનીઃ એમેઝોન
નેટવર્થઃ $૨૧૪ અબજ (આશરે રૂ.૧૮.૧૯ લાખ કરોડ)
ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સતત મજબૂત નાણાકીય સ્થિતિ સાથે વૈશ્વિક યાદીમાં બીજા ક્રમે છે.
૩. માર્ક ઝકરબર્ગ
કંપનીઃ મેટા (Meta Facebook, Instagram, WhatsApp)
નેટવથઃ $૨૦૮ અબજ (આશરે રૂ.૧૭.૬૮ લાખ કરોડ)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દમદાર પ્રદર્શનને પગલે મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગ ત્રીજા સ્થાને બિરાજમાન છે.
૪. લેરી એલિસન
કંપનીઃ ઓરેકલ
નેટવર્થઃ $૧૯૫ અબજ (આશરે રૂ.૧૬.૫૭ લાખ કરોડ)
ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એન્ટરપ્રાઇઝ સોફટવેર ક્ષેત્રે ઓરેકલના શેરમાં આવેલા ઉછાળાના કારણે લેરી એલિસન ચોથા સ્થાને પહોંચ્યા છે.
૫. બર્નાર્ડ આર્નોલ્ટ
કંપનીઃ LVMH (લુઈ વિટન, ડીઓર)
નેટવર્થઃ $૧૭૨ અબજ (આશરે રૂ.૧૪.૬૨ લાખ કરોડ)
લક્ઝરી ફેશન ક્ષેત્રના સુલ્તાન ગણાતા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના ટોપ-૧૦માં સામેલ એકમાત્ર બિન-અમેરિકન બિઝનેસમેન તરીકે પાંચમા ક્રમે છે.
૬. બિલ ગેટ્સ
કંપનીઃ માઇક્રોસોફટ
નેટવર્થઃ $૧૬૨ અબજ (આશરે રૂ.૧૩.૭૭ લાખ કરોડ)
ટેક દિગ્ગજ માઇક્રોસોફટના કો-ફાઉન્ડર અને જાણીતા ફિલાન્થ્રોપિસ્ટ બિલ ગેટ્સ યાદીમાં છઠ્ઠા સ્થાને છે.
૭. લેરી પેજ
કંપનીઃ આલ્ફાબેટ (Google)
નેટવર્થઃ $૧૫૨ અબજ (આશરે રૂ.૧૨.૯૨ લાખ કરોડ)
ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ આલ્ફાબેટના ઉત્કૃષ્ટ બિઝનેસ ગ્રોથ સાથે સાતમા ક્રમે છે.
૮. વોરેન બફેટ
કંપનીઃ બર્કશાયર હેથવે
નેટવર્થઃ $૧૪૮ અબજ (આશરે રૂ.૧૨.૫૮ લાખ કરોડ)
શેરબજારના ‘ઓરેકલ ઓફ ઓમાહા' તરીકે ઓળખાતા દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટ આઠમા ક્રમે અડીખમ છે.
૯. સર્ગેઈ બ્રિન
કંપનીઃ આલ્ફાબેટ (Google)
નેટવર્થઃ $૧૪૫ અબજ (આશરે રૂ.૧૨.૩૨ લાખ કરોડ)
ગૂગલના અન્ય સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન ટેક શેર્સના દમ પર નવમા સ્થાન પર યથાવત છે.
૧૦. સ્ટીવ બાલ્મર
કંપનીઃ માઇક્રોસોફટ (પૂર્વ CEO / ઇન્વેસ્ટર)
નેટવર્થઃ $૧૪૪ અબજ (આશરે રૂ.૧૨.૨૪ લાખ કરોડ)
માઇક્રોસોફટના પૂર્વ સીઇઓ અને લોસ એન્જલસ ક્લિપર્સ ટીમના માલિક સ્ટીવ બાલ્મર ટોપ-૧૦ની ક્લબમાં દસમા ક્રમે છે.
અંબાણી-અદાણી કેમ પાછળ ધકેલાયા?
ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી ભારે વોલેટિલિટી અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીના કારણે ભારતીય દિગ્ગજોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
મુકેશ અંબાણીને રૂ.૨૦,૦૦૦ કરોડનું નુકસાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં શેરના કડાકા બાદ એક જ ઝાટકે આશરે રૂ.૨૦,૦૦૦ કરોડ ($૨.૫ અબજ)નું મોટું ધોવાણ થયું છે. આ ઘટાડા સાથે તેમની કુલ નેટવર્થ ઘટીને આશરે $૧૦૨ અબજ (આશરે રૂ.૮.૬૭ લાખ કરોડ) થઈ ગઈ છે અને તેઓ લપસીને ૧૮મા ક્રમે પહોંચી ગયા છે.
ગૌતમ અદાણી પણ ટોપ-૧૦માંથી નથી અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ પણ ઘટીને આશરે $૯૮ અબજ (આશરે રૂ.૮.૩૩ લાખ કરોડ) આસપાસ આવી જતાં તેઓ ૧૯માંથી ૨૦મા સ્થાને સરકી ગયા છે
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
