તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 20th July 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભય વચ્ચે ભારતીય પાઇલોટ્સ એસોસિએશન એલર્ટ પર: UAE અને ગલ્ફ દેશોની તમામ ફ્લાઇટ્સ તાત્કાલિક રોકી દેવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA ને પત્ર લખીને કરી ઉગ્ર માંગ!
મિડલ ઈસ્ટમાં બગડતી સુરક્ષાને કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં; GPS જામિંગ અને મિસાઇલ હુમલાની આશંકા વચ્ચે એવિએશન રેગ્યુલેટર્સ પાસે 'પ્રિવેન્ટિવ એક્શન' લેવા તાકીદ

નવી દિલ્હી: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષ અને યુદ્ધના આ આકાશી ભય વચ્ચે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાંથી એક ખૂબ જ ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. એરલાઇન પાઇલોટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA India) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ (DGCA) ને એક અત્યંત તાકીદનો પત્ર લખ્યો છે. આ પત્રમાં સંગઠને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિત અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા ગલ્ફ (અખાતી) દેશો તરફ જતી તમામ ભારતીય કોમર્શિયલ ફ્લાઇટ્સની કામગીરીને તાત્કાલિક અસરોથી સ્થગિત (Suspend) કરી દેવા માટે જોરદાર વિનંતી કરી છે.
દુબઈ અને અબુ ધાબી જેવા એરપોર્ટ પર સીધું જોખમ
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એર લાઇન પાઇલોટ્સ એસોસિએશન (IFALPA) ના સભ્ય સંગઠન એવા 'અલ્પા ઇન્ડિયા' ના પ્રમુખ કેપ્ટન સેમ થોમસ દ્વારા આ સત્તાવાર પત્ર જારી કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, પર્શિયન ગલ્ફ વિસ્તારમાં સુરક્ષાની પરિસ્થિતિ હવે અત્યંત નાજુક અને ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે. દુબઈ અને અબુ ધાબી જેવા વિશ્વના સૌથી વ્યસ્ત પરિવહન કેન્દ્રો (એરપોર્ટ હબ) ને સીધા લક્ષ્ય બનાવતા અણધારેલા સુરક્ષા જોખમોના તાજેતરના અહેવાલો બાદ પાઇલટ એસોસિએશન આ નિર્ણય લેવા મજબૂર બન્યું છે.
GPS સ્પૂફિંગ અને મિસાઇલ હુમલાનો મોટો ફફડાટ
પાઇલોટ્સ એસોસિએશને વાયુસીમાના કટોકટીપૂર્ણ જોખમોને રેખાંકિત કરતા જણાવ્યું છે કે, સક્રિય યુદ્ધના ક્ષેત્રોમાં કોમર્શિયલ વિમાનો ઉડાડવાથી મુસાફરો અને ક્રૂના જીવ જોખમમાં મુકાય છે. હાલ આ વિસ્તારોમાં વ્યાપક સ્તરે મિલિટરી દ્વારા 'GPS સ્પૂફિંગ અને જામિંગ' ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જે વિમાનોની ચોકસાઈપૂર્વકની નેવિગેશન સિસ્ટમને ખોરવી નાખે છે. આ સિવાય, યુદ્ધના મેદાનમાં તૈનાત મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અથવા લશ્કરી દળો દ્વારા ગેરસમજ કે ખોટી ઓળખ (Visual Misidentification) ને કારણે પેસેન્જર વિમાનો પર મિસાઇલ હુમલો થવાની સંભાવના પણ ઘણી વધી જાય છે.
ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પાંચ કડક શરતો: કેપ્ટન થોમસે પત્રમાં ભારપૂર્વક લખ્યું છે કે, "આવા તણાવપૂર્ણ વાતાવરણમાં લેવાયેલો એક નાનકડો ખોટો નિર્ણય પણ વિનાશક સાબિત થઈ શકે છે." એસોસિએશને માંગ કરી છે કે જ્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ, ઇન્ટેલિજન્સ ઓફિસરો અને ઉડ્ડયન સલામતી નિષ્ણાતો સ્વતંત્ર અને વ્યાપક જોખમ મૂલ્યાંકન ન કરે ત્યાં સુધી ફ્લાઇટ્સ બંધ રહેવી જોઈએ. તેમણે ફ્લાઇટ્સ પુનઃ શરૂ કરવા માટે ૫ કડક શરતો મૂકી છે, જેમાં એરસ્પેસ જોખમોનું ઓડિટ, વાણિજ્યિક દબાણ સામે પાઇલટ્સને કાનૂની રક્ષણ અને થર્ડ-પાર્ટી લાયબિલિટી વીમા કવરેજ (Insurance) ની ખાતરીનો સમાવેશ થાય છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
