તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
શું તું મુસ્લિમ છે? પૂછીને ભારતીય યુવક પર ૧૫ વાર ચપ્પુના ઘા કર્યા
અમેરિકાના યુટામાં નફરત ફેલાવતી વંશીય હિસાની એક અત્યંત શરમજનક ઘટના બની

યુટા તા.૧૬: અમેરિકાના યુટામાં નફરત ફેલાવતી વંશીય હિસાની એક અત્યંત શરમજનક ઘટના બની છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. વેલી ફેયર મોલમાં નોકરી કરતા સોહેલ નામના ભારતીય યુવકને મુસ્લિમ હોવાને કારણે ૧૫ વાર ચાકુ મારવામાં આવ્યું હતું. હાલ પીડિત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે જ્યારે હુમલાખોર જેલમાં છે.
અમેરિકાના યુટા (Utah) રાજ્યના વેસ્ટ વેલી સિટીમાંથી વંશીય ધિક્કાર અને ગુનાખોરીની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. સ્થાનિક પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, વેસ્ટ વેલી સિટીના જાણીતા મોલમાં કામ કરતા એક ભારતીય યુવક સોહેલ પર ધર્મના નામે ટાર્ગેટ કરીને અંધાધૂંધ ૧૫ વખત ચપ્પુ વડે પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો છે.
અમેરિકાના યુટા રાજ્યના વેસ્ટ વેલી સિટીમાં આવેલ વેલી ફેયર મોલ (Valley Fair Mall) સોમવારે એક લોહિયાળ ઘટનાનો સાક્ષી બન્યો છે (Utah Indian Stabbed Incident). ભારતીય મૂળનો સોહેલ નામનો યુવક આ મોલની અંદર એક નાના કિયોસ્ક (સ્ટોલ) માં નોકરી કરતો હતો. સોમવારે તે પોતાની ફરજ પર હાજર હતો ત્યારે તેની ધાર્મિક ઓળખ જાણીને તેના પર એક શખ્સે અત્યંત ક્રૂર રીતે હુમલો કરી દીધો
સ્થાનિક પોલીસ અને અમેરિકી સંચાર માધ્યમો દ્વારા જારી કરાયેલી પ્રાથમિક વિગતો અનુસાર, આરોપી પીટર માઇકલ લાર્સને પૂછપરછ દરમિયાન કબૂલ્યું છે કે તેણે પીડિતને માત્ર એટલા માટે જ નિશાન બનાવ્યો કારણ કે તે મુસ્લિમ હતો. પોલીસે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે આરોપી મુસ્લિમોની હત્યા કરવાના ઈરાદા સાથે મોલમાં પ્રવેશ્યો હતો અને તે જાહેર સુરક્ષા માટે ભારે જોખમી તત્વ છે.
આ કાળઝાળ હુમલાની આંખે દેખી વિગતો આપતા મોલના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ૪૮ વર્ષીય આરોપી પહેલા ખૂબ જ શાંતિથી સોહેલ પાસે આવ્યો હતો. તેણે સોહેલને પૂછ્યું, તું ક્યાંનો રહેવાસી છે? સોહેલે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે, હું ભારતનો રહેવાસી છું અને મારું નામ સોહેલ છે. ત્યારબાદ આરોપીએ પ્રશ્ન કર્યો, શું તું મુસ્લિમ છે? અને જેવો સોહેલે હા પાડી, આરોપીએ પાણી માંગવાના બહાને પીઠ પાછળથી હુમલો કરી દીધો
મોલમાં નજીકની એક જ્વેલરી શોપમાં કામ કરતી મહિલા કર્મચારી લુના નુનેઝે મીડિયાને જણાવ્યું કે હુમલો એટલો ત્વરિત અને ક્રૂર હતો કે કોઈને બચાવ માટે વિચારવાની સેકન્ડ પણ ન મળી. તેણે સોહેલને બચાવવા માટે પોતાની આસપાસ પડેલી ચીજવસ્તુઓ ફેંકી પરંતુ આરોપી પાગલની જેમ સોહેલના ગળા અને છાતીના ભાગે ઘા મારી રહ્યો હતો.
જ્યારે સોહેલ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો, ત્યારે મોલમાં ખરીદી કરવા આવેલા સામાન્ય નાગરિકોએ અસાધારણ હિમત બતાવી હતી (Valley Fair Mall Attack). તેઓએ હથિયારધારી હુમલાખોર પર પાછળથી હુમલો કરીને તેને જમીન પર પછાડી દીધો હતો અને પોલીસ ન પહોંચે ત્યાં સુધી તેને મજબૂતીથી પકડી રાખ્યો હતો. સોહેલના મેનેજર અદનાન મોહમ્મદે આ તમામ બહાદુર નાગરિકોનો આભાર માનતા જણાવ્યું કે આજના સમયમાં પણ આવી માનવતા અને બહાદુરી જીવંત છે જેના લીધે એક નિર્દોષનો જીવ બચી શક્યો.
ઝડપાયેલા આરોપીની ઓળખ પીટર માઇકલ લાર્સન (૪૮) તરીકે થઈ છે (Peter Michael Larson Utah). પોલીસે તેની ધરપકડ કરી સોલ્ટ લેક કાઉન્ટી જેલમાં મોકલી આપ્યો છે. તેની સામે હત્યાના પ્રયાસ (Attempt to Murder) અને ગેરકાયદેસર ખતરનાક હથિયારના ઉપયોગના ગંભીર ગુનાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર સોહેલના શરીર પર ૧૫થી વધુ ચપ્પુના ઉંડા ઘા વાગ્યા છે. તેના આંતરિક અંગોને બચાવવા માટે ડોક્ટરોએ પહેલેથી જ ઘણી જાટિલ સર્જરીઓ કરવી પડી છે. યુટા ઇસ્લામિક સેન્ટરના ઇમામ શુએબ દીને આ નફરત ફેલાવતી ઘટનાની આકરી ટીકા કરી છે
તેમણે જણાવ્યું કે પીડિત પાસે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ (તબીબી વીમો) નથી. તે ઘરમાં કમાનારો એકમાત્ર સભ્ય છે અને તેની પત્ની તથા બે નાના બાળકો સંપૂર્ણપણે સોહેલ પર નિર્ભર છે. સોહેલની સારવાર માટે ઓનલાઇન ઞ્ંજ્યઁફુપ્ફૂ અભિયાન શરૂ કરીને મદદ એકઠી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આરોપી પીટર અગાઉ વર્ષ ૨૦૨૨ માં પણ ફાયર બ્રિગેડના કર્મચારીઓને ગોળી મારવાની ધમકી અને પોતાના ઘર પાસે આગ લગાવવાના ગુનામાં જેલની સજા કાપી ચૂક્યો છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
