તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 5th September 2026
મહા વિનાશક પૂરના વળતરની અબજો રૂપિયાની માગ વચ્ચે ભારતનો સ્પષ્ટ જવાબઃ જલવાયુ સંકટ એ સહિયારો પડકાર, વિકસિત દેશો આગળ આવી જવાબદારી નિભાવે, નેતૃત્વ સંભાળે

નવી દિલ્હી, તા. ૫: નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ દ્વારા ભારત, ચીન અને અમેરિકા પાસેથી જલવાયુ વળતર માગવામાં આવ્યું હોવાના અહેવાલો વચ્ચે ભારતે પોતાની નીતિ સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જલવાયુ પરિવર્તન સમગ્ર વિશ્વનો સંયુક્ત પડકાર છે અને તેનો સામનો ‘સમાન પરંતુ અલગ જવાબદારી તથા સંબંધિત ક્ષમતા’ના સિદ્ધાંત પ્રમાણે થવો જોઈએ.
ભારતે ભારપૂર્વક જણાવ્યું કે ઐતિહાસિક રીતે સૌથી વધુ ઉત્સર્જન કરનારા વિકસિત દેશોએ ઉત્સર્જન ઘટાડવામાં આગેવાની લેવી જોઈએ. તેમણે વિકાસશીલ દેશોને નાણાકીય સહાય અને જરૂરી ટેક્નોલોજી પણ પૂરી પાડવી જોઈએ. નેપાળે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ ચોક્કસ દેશ પાસેથી વળતર માગ્યું નથી, પરંતુ હિમાલયી વિસ્તારો ઉપર જલવાયુ પરિવર્તનની ગંભીર અસર તરફ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારતે નેપાળને રાહત, બચાવ, પુનર્વસન અને પુનર્નિર્માણમાં સતત સહયોગ આપવાની ખાતરી આપી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
