<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવથી મળશે મુક્તિ: ભારતના 'ઇલેક્ટ્રિક હાઇવે' મિશનનું ટ્રાયલ શરૂ

ભારત સરકાર હોર્મુઝ સ્ટ્રેટ જેવા વૈશ્વિક તેલ સંકટો વચ્ચે આયાત ઘટાડવા માટે હાઇવે પર હાઇ-ટેક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી આધારિત ઇલેક્ટ્રિક કોરિડોર વિકસાવી રહી છે

નવી દિલ્હી: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઈરાન-અમેરિકા યુદ્ધના જોખમો વચ્ચે ભારત સરકારે 'ઇલેક્ટ્રિક હાઇવે'ના પરીક્ષણો તેજ કર્યા છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, જે અર્થતંત્ર પર મોજું છે. આ નિર્ભરતા ઘટાડવા માટે હવે શહેરો બાદ લાંબા અંતરના હાઇવે પર ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે હાઇ-સ્પીડ ચાર્જિંગ કોરિડોર બનાવવાની રણનીતિ પર કામ ચાલી રહ્યું છે.

આ યોજના હેઠળ હાઇવે પર સૌર અને પવન ઉર્જાથી ચાલતા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. નીતિ આયોગના અંદાજ મુજબ, જો 2030 સુધીમાં 20% વાહનો ઇલેક્ટ્રિક થઈ જાય, તો અંદાજે 6 કરોડ વાહનો પેટ્રોલ-ડીઝલ વગર દોડશે. સૌથી વધુ ઇંધણ વાપરતી ટ્રકો અને બસોને આ ટેકનોલોજી સાથે સાંકળવાથી પરિવહન ખર્ચમાં ધરખમ ઘટાડો થશે અને સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળશે.

નેશનલ હાઇવે ફોર ઇલેક્ટ્રિક વાહનોના નિષ્ણાતો મુજબ, આ માત્ર પર્યાવરણીય સુધારો નથી પણ ભારતની ઊર્જા સુરક્ષા માટેનું મોટું કદમ છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી આંતરરાષ્ટ્રીય તેલ પુરવઠો ખોરવાય તો પણ દેશનું પરિવહન અટકશે નહીં. હાઇવે પર નિયમિત અંતરે સુવિધાઓ મળવાથી લાંબા અંતરની મુસાફરી સસ્તી અને ઝડપી બનશે, જે ભવિષ્યમાં ખાનગી વાહનો માટે પણ વરદાન સાબિત થશે.

(6:46 PM IST)