<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવાને આરે: આવતા વર્ષે પાટા પર દોડશે હાઈ-સ્પીડ ટ્રેન

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત: મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય પૂરજોશમાં, મુસાફરોને મળશે નવી ગતિ

હૈદરાબાદ : કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડતી જોવા મળશે, જેનો પ્રથમ ભાગ સુરત અને બીલીમોરા વચ્ચે કાર્યરત કરવામાં આવશે.

અશ્વની વૈષ્ણવે કહ્યું કે આવતા વર્ષે, અમે મુંબઈ-અમદાવાદ રૂટ પર સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પહેલો ભાગ શરૂ કરીશું. આ પછી, એક પછી એક, અમે વાપીથી સુરત, પછી વાપીથી અમદાવાદ, પછી અમદાવાદથી થાણે અને પછી અમદાવાદથી મુંબઈ સુધીનું કામ પૂર્ણ કરીશું.

આ પ્રોજેક્ટ ભારતીય રેલ્વેના ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. સરકારની યોજના મુજબ, ટ્રેનનું સંચાલન સુરક્ષિત અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે કરવામાં આવશે, જેથી મુસાફરોનો સમય બચી શકે અને દેશના આ બે મહત્વપૂર્ણ શહેરો વચ્ચેનું અંતર ઝડપથી કાપી શકાય.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો આવશે અને અન્ય રૂટ પર પણ બુલેટ ટ્રેન સેવા શરૂ કરવા માટેની માર્ગરેખા તૈયાર કરવામાં આવશે. હાલમાં પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓ પર કામ ચાલી રહ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદામાં તેને પૂર્ણ કરવા વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

(2:51 PM IST)