તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
ભારતના અગ્રણી ઉધોગપતિ ગૌતમ અદાણીનો આવતીકાલે જન્મદિવસ : ૬૫માં વર્ષમાં પ્રવેશ
એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં પ્રથમ સ્થાન ધરાવતા ગૌતમભાઈ અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ જેવી અનેક કંપનીઓ ધરાવે છે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ દેશના અગ્રણી ઉધોગપતિ ગૌતમ અદાણીનો આવતીકાલે જન્મ દિવસ છે. એક સામાન્ય જૈન પરીવારમાંથી આવતા ગૌતમ ભાઈ એ આજે બંદરો, ઉર્જા, એરપોર્ટ, સિમેન્ટ, ગેસ, અને ગ્રીન એનર્જી જેવા અનેક ક્ષેત્રે માત્ર ભારત જ નહી વિશ્વ સ્તરીય સામ્રાજ્ય જમાવ્યું છે.
આવો આપણે ગૌતમ ભાઈ વિશે જોઈએ તો, ગૌતમ શાંતિલાલ અદાણીનો જન્મ ૨૪ જૂન ૧૯૬૨ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં એક સામાન્ય જૈન પરિવારમાં થયો હતો , તેમના પિતા શાંતિલાલ અદાણી કાપડના નાના વેપારી હતા અને માતાનું નામ શાંતાબેન અદાણી હતું, તેઓ આઠ ભાઈ-બહેનોમાં સાતમા ક્રમે હતા , ગૌતમ અદાણી એ અમદાવાદ ની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું , બાળપણ થી જ તેમને અભ્યાસ કરતાં વ્યવસાય માં વધુ રસ હતો , તેમણે ગુજરાત યુનિવર્સિટી માં બી.કોમ.માં પ્રવેશ લીધો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ અને વ્યવસાય પ્રત્યેના ઝોકને કારણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.
માત્ર ૧૮ વર્ષની વયે ગૌતમભાઈ રોજગાર ની શોધ માં મુંબઈ ગયા, ત્યાં તેમણે મહિન્દ્રા બ્રધર્સ નામ ની કંપની માં હીરા ચકાસનાર (ડાયમંડ સોર્ટર) તરીકે કામ શરૂ કર્યું, પોતાની મહેનત અને વ્યવસાયિક કુશળતાના બળે તેમણે થોડા જ સમયમાં હીરાના વેપારમાં સારો અનુભવ મેળવ્યો અને પોતાનો નાનો ધંધો પણ શરૂ કર્યો , પછી તેઓ અમદાવાદ પાછા આવ્યા અને તેમના મોટા ભાઈ વિનોદ અદાણીના પ્લાસ્ટિકના વ્યવસાય સાથે જોડાયા, આ સમયગાળા માં તેમણે આયાત-નિકાસ અને વેપારની ગતિ વિધિ ઓ શીખી, આ અનુભવના આધારે વર્ષ ૧૯૮૮ માં તેમણે અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડ (હાલની અદાણી એન્ટરપ્રાઇઝિસ)ની સ્થાપના કરી, જે આગળ જઈને અદાણી ગ્રુપના વિશાળ સામ્રાજ્યનું મૂળ બન્યું.
શરૂઆત માં કંપની કળષિ ઉત્પાદનો, પ્લાસ્ટિક અને અન્ય કોમોડિટી ના આયાત-નિકાસના વ્યવસાયમાં કાર્યરત હતી , ત્યાર બાદ વર્ષ, ૧૯૯૧ થી ૧૯૯૪ દરમ્યાન એટલે કે ભારતના આર્થિક ઉદારીકરણ પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં ઝડપથી વિસ્તરણ કર્યું , કંપનીએ કોલસા, ધાતુ ઓ અને કળષિ ઉત્પાદનોના વેપારમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું, વર્ષ ૧૯૯૫માં ગુજરાત સરકાર પાસેથી મુન્દ્રા બંદર વિકસાવવાનો કરાર મળ્યો, આ પ્રોજેક્ટ અદાણી જૂથ માટે મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો.
ગૌતમ ભાઈ ભારે કુનેહથી આગળ વધતા જ ગયા જેને પગલે કંપની પણ હરણફાળ પ્રગતિ કરતી રહી, ૧૯૯૮થી ૨૦૦૧ દરમ્યાન અદાણી જૂથ ભારતના સૌથી મોટા કોમોડિટી ટ્રેડિંગ હાઉસમાં સામેલ થયું, કોલસા અને ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ વધાર્યો, તેમજ વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૬ દરમ્યાન કંપની મુન્દ્રા બંદરને ભારતનું સૌથી મોટું ખાનગી બંદર બનવાની દિશામાં આગળ વધી, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન ક્ષેત્રમાં કંપની એ પોતાનું નેટવર્ક મજબૂત કર્યું, ૨૦૦૬ થી ૨૦૦૯ના સમયમાં કંપનીએ ભવિષ્ય ને ઓળખી વીજ ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને અદાણી પાવરની સ્થાપના કરી.
ગુજરાતના મુન્દ્રામાં મોટા થર્મલ પાવર પ્લાન્ટનું નિર્માણ શરૂ થયું , એટલું જ નહીં ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયામાં રોકાણ રોકાણ કરી ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં કાર્માઈકલ કોલસા ખાણ પ્રોજેક્ટ હસ્તગત કર્યો, જેને લઈને આંતરરાષ્ટ્રીય ખનન ક્ષેત્રમાં અદાણી જૂથની મોટી એન્ટ્રી થઈ.
આ એન્ટ્રી બાદ હવે જરૂરિયાત હતી વિસ્તરણ કરવાની ૨૦૧૧ થી લઈને ૨૦૧૪ સુધીમાં કોલસા, ખાણ, બંદરો, વીજ ઉત્પાદન અને લોજિસ્ટિક્સ માં ઝડપી વળદ્ધિ કરી, અદાણી પાવર અને અદાણી પોર્ટ્સ દેશની અગ્રણી કંપનીઓમાં સ્થાન પામવા લાગી. અદાણી જાણે દિવસે ના વધે એટલી રાતે વધવા લાગી ૨૦૧૫ પછી ૨૦૧૮ સુધીમાં નવી ઊર્જા અને ટ્રાન્સમિશન માં કરી પ્રગતિ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી. ગ્રીન એનર્જી દ્વારા સોલાર અને પવન ઊર્જા ક્ષેત્ર માં પ્રવેશ કર્યો. રાજસ્થાન, ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોટા રિન્યુએબલ પ્રોજેક્ટ શરૂ કર્યા , હજુ પણ ઘણું ઘટતું હોય તેમ અદાણી એ ૨૦૧૯ થી એરપોર્ટ ક્ષેત્રે પ્રવેશ કર્યો અમદાવાદ, લખનૌ, જયપુર, ગૌહાટી, તિરુવનંતપુરમ, મંગલુરુ અને મુંબઈ સહિત અનેક એરપોર્ટના સંચાલનની જવાબદારી મેળવી, અદાણી ગ્રીન એનર્જી વિશ્વની સૌથી મોટી સોલાર કંપનીઓમાં સ્થાન પામવા લાગી.
ગૌતમ અદાણી વર્ષ ૨૦૨૨માં વિશ્વના ટોચના ત્રણ સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ થયા, અદાણી જૂથ નું માર્કેટ કેપિટલાઇઝેશન નોંધપાત્ર રીતે વધ્યું, ગૌતમભાઈના વ્યવસાયિક કારકિર્દીમાં માત્ર સડસડાટ પ્રગતિ જ નથી આવી, હિન્ડનબર્ગ જેવા સ્પીડ બ્રેકર પણ આવ્યા અમેરિકન કંપની હિન્ડનબર્ગ રિસર્ચના અહેવાલ બાદ અદાણી જૂથના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો , પરંતુ આ તો ગૌતમ ભાઈ, એક તો જૈન અને એમાં પાછા ગુજ્જુ પછી શું ઘટે, કંપનીએ દેવું ઘટાડવા અને રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પગલાં લઈ, હેમખેમ આગળ વધ્યા. બમણા જોશથી આગળ વધવા લાગ્યા, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, સિમેન્ટ, એરપોર્ટ અને ડિફેન્સ ક્ષેત્રોમાં રોકાણ વધાર્યું. અદાણી જૂથ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, લોજિસ્ટિક્સ અને એરપોર્ટ ક્ષેત્રના અગ્રણી જૂથો માં સ્થાન જાળવી રાખી રહ્યું છે. ગૌતમ ભાઈની એટલે કે અદાણીની મુખ્ય ઉપલબ્ધિ ઓ જોઈએ તો ભારતનું સૌથી મોટું ખાનગી બંદર ... મુન્દ્રા બંદર , ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટરોમાં સ્થાન, વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જી ઉત્પાદકોમાં સ્થાન, ઊર્જા, લોજિસ્ટિક્સ, ખનન, સિમેન્ટ અને ડેટા સેન્ટર સહિત અનેક ક્ષેત્રોમાં ટોપ ઉપર પહોંચ્યા.
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતળત્વ હેઠળ કાર્યરત અદાણી જૂથ આજે ઊર્જા, બંદરો, એરપોર્ટ, સિમેન્ટ, ગેસ, મીડિયા, કળષિ, ડેટા સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક ક્ષેત્રોમાં કાર્યરત છે. હાલમાં અદાણી જૂથની આશરે ૧૦ થી ૧૧ જાહેરમાં લિસ્ટેડ કંપની ઓ તથા અનેક ખાનગી કંપની ઓ કાર્યરત છે, અદાણી જૂથની મુખ્ય જાહેરમાં લિસ્ટેડ કંપની ઓ જોઈએ તો અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ જૂથની મુખ્ય ફ્લેગશિપ કંપની, અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ જે બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે કાર્યરત છે. અદાણી પાવર લિમિટેડ કે જે વીજ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે. અદાણી ગ્રીન એનર્જી લિમીટેડ કે જે સોલાર અને પવન ઊર્જા ક્ષેત્રે કાર્યરત છે. અદાણી એનર્જી સોલ્યુસન્સ લિમિટેડ કે જે વીજ ટ્રાન્સમિશન અને વિતરણ ક્ષેત્રે કાર્યરત છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ કે જે સિટી ગેસ વિતરણ ક્ષેત્રે કાર્યરત છે. અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ કે જે સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી કંપની છે. એ સી સી લિમિટેડ કે જે સિમેન્ટ અને બાંધકામ સામગ્રી ક્ષેત્રે કાર્યરત છે. એ ડબલ્યુ એલ એગ્રો બિઝનેસ લિમિટેડ કે જે ખાદ્ય તેલ અને કળષિ ઉત્પાદનો ક્ષેત્રે કાર્યરત છે. એનડીટીવી લિમિટેડ કે જે મીડિયા અને સમાચાર ક્ષેત્રે કાર્યરત છે. સાંઘી ઇન્ડસ્ટ્રીસ લિમિટેડ કે જે સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત છે. એપ્રિસીએટ વેલ્થર પ્લસ વન...આ ઉપરાંત અદાણી જૂથની કેટલીક મહત્વપૂર્ણ ખાનગી કંપનીઓ અને વ્યવસાયિક એકમો પણ કાર્યરત છે. આ રીતે ગૌતમ અદાણીના અદાણી જૂથ હેઠળ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લગભગ ૨૦થી ૩૦ જેટલી કંપનીઓ અને સહાયક એકમોનો વિશાળ વ્યવસાયિક સમૂહ વિકસ્યો છે, જે ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહોમાંનો એક માનવામાં આવે છે.
ગૌતમભાઈના પારાવારિક જીવન વિશે જોઈએ તો ગૌતમ અદાણીના લગ્ન પ્રીતિ અદાણી સાથે થયા છે, તેઓ વ્યવસાયે ડેન્ટીસ્ટ છે અને હાલ માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે સામાજિક સેવા અને શિક્ષણ, આરોગ્ય તથા ગ્રામ વિકાસના ક્ષેત્રોમાં કાર્યરત છે, તેમના સંતાનો માં બે પુત્રો છે જેમાં મોટો પુત્ર કરણ અદાણી છે જે અદાણી જૂથ ની વિવિધ કંપનીઓ માં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળે છે, હાલ માં અદાણી પોર્ટસ અને સેઝ ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત છે, જ્યારે બીજા પુત્ર છે જીત અદાણી જેઓ અદાણી એરપોર્ટ્સ અને અન્ય વ્યવસાયિક પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે.
અદાણી પરિવાર ખૂબ જ સરળ , અને સામાન્ય જીવન શૈલી માટે જાણીતો છે, પરિવાર જૈન ધર્મ ના મૂલ્યો અને પરંપરા ઓ ને મહત્વ આપે છે , અદાણી પરીવાર વ્યવસાય ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં પણ પરિવાર સક્રિય છે, અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશભર માં અનેક સામાજિક પ્રકલ્પો ચલાવવામાં આવે છે.
ગૌતમ ભાઈ અદાણી આજે ૨૪ મી જુન ૨૦૨૬ના રોજ ૬૪ વર્ષ પુર્ણ કરી ૬૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, હેપ્પી બર્થ ડે ગૌતમભાઈ અદાણી...
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
