<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

દુશ્મનોના કાળ સમાન ભારતનો આકાશમાં પ્રચંડ 'અગ્નિ' પ્રહાર: એક જ મિસાઈલ છોડશે અનેક પરમાણુ બોમ્બ, MIRV ટેકનોલોજી સાથે દેશે રચ્યો નવો ઈતિહાસ

ચીન અને પાકિસ્તાન સુધી ધ્રુજારી પેદા કરતું ભારતનું અત્યાધુનિક મિસાઈલ પરીક્ષણ: હવે આકાશમાંથી એકસાથે અનેક દુશ્મન ઠેકાણાઓનો થશે સફાયો, સ્વદેશી તાકાત જોઈને આખું વિશ્વ સ્તબ્ધ

ભદ્રક (ઓડિશા): સંરક્ષણ ક્ષેત્રે ભારત આજે વિશ્વ ફલક પર મહાસક્તિ તરીકે ઉભરી આવ્યું છે. ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી DRDO દ્વારા ‘અગ્નિ’ મિસાઈલના અત્યાધુનિક MIRV (મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ) સંસ્કરણનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા સાથે જ ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે એક જ ઉડાનમાં અલગ-અલગ લોકેશન પર અનેક હથિયારો ફેંકવાની ક્ષમતા છે.

આ નવી ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે દુશ્મનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને છેતરીને સચોટ નિશાન સાધવામાં માહિર છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે હિંદ મહાસાગરમાં નિર્ધારિત તમામ લક્ષ્યોને પૂરી ચોકસાઈથી વીંધી નાખ્યા હતા. જમીન અને દરિયામાં તૈનાત ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મેળવેલા ડેટા મુજબ આ પરીક્ષણ ૧૦૦% સફળ રહ્યું છે, જે ભારતની વ્યૂહાત્મક સુરક્ષામાં અનેકગણો વધારો કરશે.

સંપૂર્ણપણે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ તૈયાર થયેલી આ મિસાઈલ ભારતીય વૈજ્ઞાનિકોની અજોડ મહેનતનું પરિણામ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો અને સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સિદ્ધિથી ભારત હવે કોઈપણ વૈશ્વિક જોખમ સામે વધુ સુરક્ષિત અને શક્તિશાળી બન્યું છે. આ પરીક્ષણ બાદ હવે ભારતીય આકાશમાં દેશની સંરક્ષણ તાકાતનો સૂરજ વધુ તેજસ્વી બન્યો છે.

(10:40 AM IST)