તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
૨૦૫૦ સુધીમાં ભારતની વસતી ૧૬૬ કરોડને પાર
ભારતમાં હિંદુઓની વસ્તીને લઈને એક અહેવાલના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા : ૨૦૧૦માં દુનિયાની અંદર મુસ્લિમોની આબાદી લગભગ ૧.૬ અબજ સુધી હતી, જે વર્ષ ૨૦૫૦ સુધીમાં વધીને લગભગ ૨.૭૬ અબજની આસપાસ પહોંચી જશે. બીજી તરફ હિંદુઓની વસ્તી ૧.૩ અબજથી વધીને ૧.૩૮ અબજ સુધી પહોંચી શકે છે

ભારતમાં હિદુઓની વસ્તીને લઈને એક અહેવાલના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. પ્યૂ રિસર્ચના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૦માં દુનિયાની કુલ આબાદી લગભગ ૬.૯ અબજ હતી, જે વર્ષ ૨૦૫૦માં વધીને ૯.૩ અબજની આસપાસ પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ મુસ્લિમ સમુદાયની વસ્તીમાં પણ તેજીથી વૃદ્ધી થવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
ભારતમાં આ સમયે વસ્તીગણતરી ચાલી રહી છે અને માનવામાં આવે છે કે આ વસ્તી ગણતરી પુરી થતાની સાથેજ દેશની વસ્તીના આંકડાઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ના માત્ર ભારતની પરંતુ વર્ષ ૨૦૫૦ સુધીમાં દુનિયાની ધાર્મિક આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. અમેરિકન થિક ટેંક પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર આગામી દાયકાઓમાં મુસ્લિમ આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેવીજ રીતે હિદુઓની વસ્તીમાં પણ વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારત વર્ષ ૨૦૫૦ સુધી હિદુ બહુસંખ્યક દેશ બનેલો રહેશે, પરંતુ તેની સાથેજ દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ આબાદી પણ ભારતમાં જ રહેશે. વર્તમાન સમયમાં ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારો દેશ છે, પરંતુ આગામી વર્ષોમાં આ સ્થિતિ બદલાઈ શકે છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૫૦ સુધીમાં હિદુ વસ્તીની સાથે સાથે મુસ્લિમોની આબાદી પણ વધી જશે.
પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૦માં દુનિયાની કુલ વસ્તી લગભગ ૬.૯ અબજ હતી. જે વર્ષ ૨૦૫૦ સુધી વધીને ૯.૩ અબજ સુધી પહોંચી શકે છે. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ સમુદાયની વસ્તીમાં પણ તેજીથી વૃદ્ધી થવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૦ના મુકાબલે વર્ષ ૨૦૫૦માં મુસ્લિમોની વસ્તી લગભગ ૭૩ ટકા સુધી વધી શકે છે. જ્યારે હિદુઓની વસ્તીમાં પણ ૩૪ ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૦માં દુનિયાની અંદર મુસ્લિમોની આબાદી લગભગ ૧.૬ અબજ સુધી હતી, જે વર્ષ ૨૦૫૦ સુધીમાં વધીને લગભગ ૨.૭૬ અબજની આસપાસ પહોંચી જશે. બીજી તરફ હિદુઓની વસ્તી ૧.૩ અબજથી વધીને ૧.૩૮ અબજ સુધી પહોંચી શકે છે.
પ્યૂ રિસર્ચના રિપોર્ટના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૦માં દુનિયાની કુલ વસ્તીમાં મુસલમાનોની હિસ્સેદારી ૨૩.૨ ટકા હતી, જે વર્ષ ૨૦૫૦ સુધી વધીને ૨૯.૭ ટકા રહી શકે છે. તો બીજી તરફ હિદુઓની વસ્તીની હિસ્સેદારી ૧૫ ટકાથી ઘટી ૧૪.૯ ટકા સુધી રહેવાનું અનુમાન છે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, આગામી ૪ દાયકાઓમાં ઈસાઈ સમુદાય દુનિયાનો સૌથી મોટો ધાર્મિક સમૂહ બની જશે. સાથેજ મુસ્લિમ આબાદી પણ તેમની સમકક્ષ પહોંચી જશે.
રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ ૨૦૫૦ સુધી હિદુઓની વસ્તી સૌથી વધુ રહેશે. અનુમાન એવા પણ લગાવવામાં આવી રહ્યા છે કે વર્ષ ૨૦૫૦ સુધી ૧.૨૯ અબજ સુધી હિદુઓની વસ્તી પહોંચી શકે છે. તો મુસ્લિમોની આબાદી પણ ૩૧ કરોડથી વધુ પહોંચવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. એટલે કે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીનો લગભગ ૧૧ ટકા હિસ્સો એકલા ભારતમાં જોવા મળશે. જો આ અનુમાન સાચુ સાબિત થાય તો વર્ષ ૨૦૫૦ સુધી ભારતની કુલ વસ્તી ૧૬૬ કરોડને પાર થઈ શકે છે. જેમાં ૭૮ ટકા હિદુ અને ૧૮ ટકા મુસ્લિમ સમુદાયના લોકો સામેલ હશે. બીજી તરફ વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના અનુસાર ભારતની વસ્તી ૧૨૧ કરોડથી વધુ હતી, જેમાં હિદુઓની સંખ્યા ૯૬.૬૩ કરોડ અને મુસ્લિમોની સંખ્યા ૧૭.૨૨ કરોડ હતી. કુલ આબાદીમાં હિદુઓની હિસ્સેદારી ૭૯.૮ ટકા અને મુસ્લિમોની ૧૪.૨ ટકા હતી. આ સિવાય ઈસાઈ ૨.૩ ટકા અને સિખ સમુદાયનો ૧.૭ ટકા આબાદીનો હિસ્સો હતો
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
