તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Thursday, 30th July 2026
વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ટીમ ચેમ્પિયનશિપમાં ભારતનો ડંકો: પુરુષ અને મહિલા બંને ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી!
કેનેડામાં રમાઈ રહેલી સ્પર્ધામાં ભારતીય કિશોરોનું અદભુત પ્રદર્શન: માસ્ટર્સ નેશનલ સ્ક્વોશમાં પ્રતિક ચાલિયા અને અલીશા મશરૂવાલા બન્યા ચેમ્પિયન

ચેન્નાઈ, તા.30: કેનેડાના ઓન્ટારિયો ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ટીમ ચેમ્પિયનશિપ'માં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ વિરોધીઓને ધૂળ ચાટતી કરીને ક્વાર્ટર ફાઇનલમાં ભવ્ય પ્રવેશ કરી લીધો છે.
પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 5મી ક્રમાંકિત ભારતીય પુરુષ ટીમે 11મી ક્રમાંકિત કુવૈતની ટીમને 2-1થી રોમાંચક માત આપી હતી. શરૂઆતી મેચમાં યુષા નફીસ હારી ગયા બાદ આર્યવીર દિવાન અને ગુરવીર સિંહે શાનદાર વાપસી કરીને ભારતને યાદગાર જીત અપાવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય પુરુષ ટીમનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે. ભારતના મુખ્ય કોચ હરિન્દર પાલ સિંહ સંધુએ ખેલાડીઓના માનસિક મનોબળ અને શાનદાર કમબેકની પ્રશંસા કરી હતી.
બીજી તરફ, ભારતીય મહિલા ટીમે પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતા ગ્રુપ 4 ના અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. ભારતીય સ્ટાર રુદ્ર સિંહ, અનાહત સિંહ અને સાનવિન કાલંકીએ પોતપોતાની મેચોમાં એકતરફી જીત મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં હવે ભારતીય મહિલા ટીમનો મુકાબલો મજબૂત યુએસએ (USA) ની ટીમ સામે થશે.
આ ઉપરાંત, કોલકાતા ખાતે સમાપ્ત થયેલી 2026 માસ્ટર્સ નેશનલ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં દિલ્હીના પ્રતિક ચાલિયાએ પુરુષોના ઓવર-35 વર્ગમાં અને મહારાષ્ટ્રની અલીશા મશરૂવાલાએ મહિલાઓના ઓવર-35 વર્ગમાં ચેમ્પિયન બનીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. તમિલનાડુના મુરુકેશ મણિએ પુરુષોના ઓવર-40 વર્ગમાં વિજયી બનીને તાજ પોતાના નામે કર્યો હતો.
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
