તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ઈન્ડિગોએ થાઇલેન્ડ, મલેશિયા સહિત ૬ દેશોની ફલાઇટ્સ કરી સ્થગિત
પ્રવાસીઓને મોટો ઝટકો! આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને સતત વધી રહેલા ઓપરેશનલ ખર્ચને કારણે એરલાઇન્સે આ આકરો નિર્ણય લેવો પડયો

મુંબઈ,તા.૫: ભારતની પ્રસિદ્ધ એરલાઈન કંપની ઈન્ડિગો દ્વારા પ્રવાસીઓ માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. કંપની દ્વારા જુલાઈ મહિનામાં દક્ષિણપૂર્વ એશિયા અને ચીન સહિતના કુલ છ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સ્થગિત કરવામાં આવ્યા છે. જેની કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને સતત વધી રહેલા ઓપરેશનલ ખર્ચને કારણે એરલાઇન્સે આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.
હાલમાં ઉનાળાના વેકેશનમાં ઇન્ડિગોનો કંપનીનો આ નિર્ણય પ્રવાસીઓનું બજેટ ખોરવી શકે છે. એરલાઇન્સના સત્તાવાર નિવેદન અનુસાર, મલેશિયાનું લેંગકાવી, થાઇલેન્ડનું ક્રાબી અને વિયેતનામના હો ચી મિન્હ સિટી (Ho Chi Minh City) માટેની ફલાઇટ્સ આગામી ૧ જુલાઈથી બંધ કરવામાં આવશે. આ ઉપરાંત, હોંગકોંગ, ચીનનું શાંઘાઈ અને કંબોડિયાના સીએમ રીપ માટેની ફલાઇટ્સ ૩ જુલાઈથી સ્થગિત થઈ જશે. આ તમામ ૬ રૂટ પર આગામી ૩૦ સપ્ટેમ્બર સુધી ફલાઇટ્સનું સંચાલન સંપૂર્ણપણે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોએ સ્પષ્ટતા કરી છે કે આ તમામ રૂટ્સ માટે ટિકિટ બુકિગ (Flight Booking) આગામી ૧ ઓક્ટોબરથી ફરી શરૂ કરી દેવામાં આવશે. જો આ સમયગાળામાં ટિકિટની માગ વધશે તો ફલાઈટ વહેલી શરુ કરવામાં આવી શકે છે. કંપનીએ આ ફેરફારને પોતાના વૈશ્વિક નેટવર્કનો એક મર્યાદિત ભાગ ગણાવ્યો છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સમયગાળો ટ્રાવેલિગ માટે નબળો ગણાય છે. વર્તમાન આર્થિક પડકારોને કારણે આ નિર્ણય જરુરી બન્યો હતો.
જો કે, આ ઘટાડા છતાં ઇન્ડિગો દર અઠવાડિયે ૧,૮૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ ચાલુ રાખશે. અસરગ્રસ્ત પ્રવાસીઓને એરલાઇન દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે અને તેમને ટિકિટનું પૂરું રિફંડ (Ticket Refund) અથવા અન્ય વૈકલ્પિક રૂટ્સ ઓફર કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ૨ દિવસ અગાઉ પણ ઇન્ડિગોએ ૩૧ ઓગસ્ટથી માન્ચેસ્ટર (Manchester Flight) ની ફલાઇટ્સ પણ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ઈરાન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય એરસ્પેસ પર લાંબા સમયથી લાગેલા પ્રતિબંધો અને વધી રહેલા એવિએશન ફયુઅલના ખર્ચને કારણે આ રૂટ કોમર્શિયલી બિનલાભકારી બન્યો છે. ઇન્ડિગો હાલમાં દિલ્હી અને મુંબઈથી યુકેના માન્ચેસ્ટર માટે ફલાઇટ્સ ચલાવે છે, જે ગયા વર્ષે જુલાઈમાં જ શરૂ કરવામાં આવી હતી
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
