<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

મિડલ ઈસ્‍ટની કટોકટી અને વધતા ખર્ચથી ઇન્‍ડિગોને માત્ર ૩ મહિનામાં થયું રૂ.૨૫૦૦ કરોડથી વધુનું નુકસાન

કંપનીએ ૨૯ મેના રોજ પોતાના ચોથા ક્‍વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા

મુંબઈ,તા.૩૦: દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્‍ડિગોની પેરન્‍ટ કંપની ઇન્‍ટરગ્‍લોબ એવિએશનને માર્ચ ૨૦૨૬ના રોજ પૂરા થયેલા ક્‍વાર્ટરમાં મોટું નુકસાન વેઠવું પડ્‍યું છે. કંપનીએ ૨૯ મેના રોજ પોતાના ચોથા ક્‍વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીને ૨૫૩૬ કરોડ રૂપિયાની ચોખ્‍ખી ખોટ થયું હોવાનું સામે આવ્‍યું છે. ગયા વર્ષે સમાન ક્‍વાર્ટરમાં કંપનીએ ૩૦૬૮ કરોડ રૂપિયાનો બમ્‍પર નફો કર્યો હતો. આ રીતે જોતાં માત્ર એક વર્ષમાં કંપનીના નફાનું મોટું ધોવાણ થયું છે. આ નકારાત્‍મક પરિણામોના કારણે ૨૯ મેના રોજ ઇન્‍ડિગોના શેર ૩ ટકા ઘટીને ૪૪૨૦ રૂપિયા પર બંધ થયા હતા.

કંપનીના જણાવ્‍યા અનુસાર, નીચે મુજબના કારણોસર તેમને નુકસાન થયું છે જેમાં ડોમેસ્‍ટિક ફલાઇટ્‍સમાં કેપેસિટી સંબંધિત મર્યાદાઓ. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આવેલી નબળાઈ. એવિએશન ફયુઅલ(એરક્રાફટ ઇંધણ - ATF)ની સતત વધતી કિમતો. એરલાઇનના ઓપરેશનલ કોસ્‍ટનું(પરિચાલન ખર્ચ) વધવું. આ ઉપરાંત, કંપની પર ૨૫૦ કરોડ રૂપિયાનો વન-ટાઇમ ખર્ચ પણ આવ્‍યો હતો.

ખોટ થવા છતાં કંપનીની કુલ આવકમાં થોડો સુધારો નોંધાયો છે. જાન્‍યુઆરી-માર્ચ ૨૦૨૬ના ક્‍વાર્ટરમાં ઇન્‍ડિગોની ઓપરેશનલ આવક વધીને ૨૨,૪૩૮ કરોડ રૂપિયા રહી હતી, જે ગયા વર્ષે આ જ ગાળામાં ૨૨,૧૫૨ કરોડ રૂપિયા હતી. બીજી તરફ, મિડલ ઈસ્‍ટ(પヘમિ એશિયા)માં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્‍થિતિને કારણે ફલાઇઈટ્‍સના શિડ્‍યૂલ ખોરવાયા હતા. આ જ કારણોસર કંપનીના મુસાફરોની સંખ્‍યા ૧.૧% ઘટીને ૩.૧૬  કરોડ પર આવી ગઈ છે અને લોડ ફેક્‍ટર પણ ઘટીને ૮૫.૮% એ પહોંચી ગયું છે.

આ કપરા સમય વચ્‍ચે પણ એરલાઇને બિઝનેસ વિસ્‍તારવાની યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ઇન્‍ડિગોના બોર્ડે તેની પેટાકંપની 'ઇન્‍ટરગ્‍લોબ એવિએશન ફાઇનાન્‍સિયલ સર્વિસીસ (IFSC) પ્રાઇવેટ લિમિટેડ'ના ફાઇનાન્‍સ લીઝ પેમેન્‍ટ્‍સના આંશિક પ્રી-પેમેન્‍ટને મંજૂરી આપી દીધી છે. કંપની તબક્કાવાર ૪૫૦ મિલિયન ડોલર સુધીની રકમ ચૂકવશે.

આગામી રણનીતિ : એરલાઇને સ્‍પષ્ટ કર્યું છે કે, આ રકમનો ઉપયોગ નવા વિમાન, એરક્રાફટ એન્‍જિન અને સ્‍પેરપાર્ટ્‍સ ખરીદવા માટે કરવામાં આવશે. આનાથી ભવિષ્‍યમાં કંપનીની પોતાની એરક્રાફટ ઓનરશિપ (માલિકી) વધશે અને ઓપરેશનલ ખર્ચને નિયંત્રણમાં લાવી શકાશે

 

 

(10:00 AM IST)